સામગ્રી - 1 ટી સ્પૂન તેલ, 500 ગ્રામ બટાકા, 1 1/2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન સરસવનુ તેલ, 2 લવિંગ, 1 ઈંચ તજ સ્ટિક, લીલા મરચા, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 60 ગ્રામ ડુંગળી, 1 ટેબલસ્પૂન ધાણાજીરુ, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચુ, 450 મિ.લી દહી, 450 મિ.લી દહી, 1 ટીસ્પૂન મીઠુ, 2 ટીસ્પૂન ગરમ મસાલો, સજાવવા માટે ધાણા.
બનાવવાની રીત - એક પેનમાં 1 ટીસ્પૂન તેલ ગરમ કરીને બાફેલા બટાકા નાખો અને તેને 3-5 મિનિટ ફ્રાય કરો. પછી તેને સાઈડ પર મુકી દો. એક અન્ય પેન લો અને તેમા 1 1/2 ટેબલસ્પૂન તેલ નાખીને ગરમ કરો. હવે તેમા સરસવના બીજ, લવિંગ, તજ અને લીલા મરચા નાખો. ત્યારબાદ તેમા આદુ-લસણની પેસ્ટ, ડુંગળી, ધાણાજીરુ, આમચૂર પાવડર, હળદર અને લાલ મરચું નાખીને ત્યા સુધી સેકો જ્યા સુધી ડુંગળીનો રંગ લાઈટ બ્રાઉન ન થઈ જાય.
હવે તેને ગેસ પરથી હટાવી લો અને તેમા દહી, બાફેલા બટાકા, મીઠુ અને ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો.