Gujarati Recipe - ગાજરનું અથાણું

શનિવાર, 19 જાન્યુઆરી 2019 (17:25 IST)
અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે. 
સામગ્રી - અડધો કિલો ગાજર, લગભગ પાંચ ચમચી વાટેલી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક ચમચી લીંબુનો રસ, સરસિયાનુ અથવા જૈતૂનનુ તેલ, મીઠુ સ્વાદ મુજબ. 
 
બનાવવાની રીત - ગાજરને છોલીને તેને સાફ કરી લો. તેના બે બે ઈંચ લાંબા ટુકડા કરી લો. આ ટુકડા પર લગાવેલુ પાણી સારી રીતે સૂકાય જવા દો.  બની શકે તો તેને એક દિવસ તાપમાં મુકી દો. નહી તો અથાણું ખરાબ થઈ શકે છે.  જેટલી પણ સામગ્રી છે તેને એક જારમાં ગાજર સાથે મિક્સ કરી મુકી દો. જારને સૂરજની રોશનીમાં મુકી દો.  અથાણુ તૈયાર થઈ જશે.  તેમા બે ત્રણ દિવસ લાગશ્ તમે ચાહો તો તેમા વચ્ચેથી કાપેલા લીલા મરચાં પણ નાખી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર