વગર ઓવન વગર બેક કરી બનાવો ક્રંચી બિસ્કીટ

ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (12:43 IST)
લોટના ખસ્તા બિસ્કીટ ખૂબ જ હેલ્દી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને ઘર પર બનાવવું પણ સરળ છે. કારણ કે તેને બનાવવામાં વધારે સામગ્રીની પણ જરૂર નહી હોય છે. 
સામગ્રી 
એક કપ લોટ 
એક કપ સોજી 
એક ચોથાઈ કપ ઘી 
એક મોટી ચમચી નારિયળનો ભૂકો 
એક નાની ચમચી બદામ 
એક નાની ચમચી કાજૂ 
અડધું કપ ખાંડનો ભૂકો 
એક કપ દૂધ 
 
વિધિ- 
- સૌથી પહેલા એક વાટકીમાં લોટ, સોજી અને ઘી નાખી સારી રીતે મિક્સ કરી લો.
 
- હવે તેમાં નારિયળનો ભૂકો, બદામ, કાજૂ અને ખાંડનો ભૂકો નાખી મિક્સ કરો.
 
- ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ નાખી કઠડ લોટ બાંધી લો. 
 
- ધ્યાન રાખો કે લોટ કઠડ બાંધવું. તેને વધારે મસલવુ નહી નહી તો બિસ્કીટ ખસ્તા નહી બનશે. 
 
- હવે લોટને 10 મિનિટ માટે ઢાકીને રાખી દો. 
- નક્કી સમય પછી લૂઆ તોડી તેને ઓવલ શેપ આપવું. 
- હવે ડિજાઈન વાળી છારું લઈ તેના પર દબાવવું 
- તમે જોશો કે બિસ્કીટ પર તેમજ ડિજાઈન બની ગઈ છે. 
- મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ  કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થતા જ બિસ્કીટ નાખી તેને બન્ને સાઈડ સોનેરી થાય ત્યાં સુધી તળવું. 
- તૈયાર છે વગર ઓવન અને વગર બેક કર્યા લોટના બિસ્કીટસ  
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર