મગની દાળની કઢી

શુક્રવાર, 28 જુલાઈ 2017 (20:48 IST)
સામગ્રી: મગની દાળ   મગ દાળ 300 ગ્રામ ,દહીં 500 ગ્રામ ,હીંગ - ચપટી,જીરું -સાડા ચમચી ,મેથી 1/2 ચમચી , હિંગ -2,હળદર પાવડર - સાડા ચમચી ,લીલા મરચાં 2-3,આદું 1 ઇંચ , લાલ મરી - ¼ ચમચીૢ ,મીઠું -2 ચમચી કોથમીર  એક ચમચી,  તેલ
 
બનાવવાની રીત  - મગની દાળને ધોઈને 2 કલાક માટે પાણીમાં પલાળી દો. પલાળેલી દાળમાંથી પાણી કાઢી એને કકરી વાટી લો . આ દાળના બે ભાગ કરી લો.  એક ભાગને દહીંમાં મિક્સ કરી લો, 2 લિટર પાણી નાખી મિક્સ કરો. કઢી માટે ખીરું તૈયાર છે. બીજા ભાગની દાળને વાસણમાં થોડી કોથમીર નાખી મિક્સ કરી લો ભજિયા બનાવવા ખીરું તૈયાર છે. કઢાઈમાં તેલ ગરમ કરો અને ભજિયા તળી લો. કઢી બનાવવા એક બીજી કઢાઈમાં તેલ નાખી ધીમા તાપે  હિંગ, જીરું અને મેથી નાખી વઘાર કરો   હળદર પાવડર, લીલા મરચાં, લાલ મરી નાખી દો.એમાં કઢી માટે તૈયાર કરેલું ખીરું નાખી દો અને તેને હલાવતા રહો. ઉકળવા માંડે ત્યારે તાપ ધીમો કરી દો. અને 20 મિનિટ થવા દો. 2-3 મિનિટમાં વચ્ચે કઢી હલવતા રહો. 
 
એક નાની કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરો  2-3 લાંબી લીલા મરચાં કાપી વઘારમાં નાખી તળો . 1-2 લાલ મરચાં નાખી મિક્સ કરો અને કઢી ઉપર નાખી સજાવો.એમાં ભજિયા પણ નાખી દો . કોથમીરથી ગર્નિશ કરો . 

વેબદુનિયા પર વાંચો