સામગ્રી: લોટ માટે: -150 ગ્રામ મેંદો ,50 ગ્રામ તેલ,50 ગ્રામ ચણાનો લોટ ,મીઠું સ્વાદ માટે પ્રમાણે.
ભરવા માટે -બટાટા 250 ગ્રામ ,તેલ 1 ચમચી,હીંગ 1 ચપટી ,જીરું અડધી નાની ચમચી ,સરસો અડધી નાની ચમચી ,સફેદ તલ 1 ચમચી ,હળદર પાવડર અડધી ચમચી ,ધાણા પાઉડર 1 ચમચી ,લાલ મરી - ¼ ચમચી ,મીઠું -2 ચમચી ,કોથમીર એક ચમચી,ગરમ મસાલા -1 / 4 ચમચી
બનાવવાની રીત -મેંદો અને ચણાના લોટને ચાળી લો . 2-3 ચમચી જુદો રાખી દો . બાકીના મેંદામાં તેલ નાખી મિકસ કરી લો. થોડું થોડું પાણી નાખી ધીમે ધીમે કઠણ લોટ બાંધી લો. લોટને ઢાંકીને 20 મિનિટ માટે છોડી દો.બટાટાના છોલીને કાઢી મેશ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરો એમાં હિંગ અને જીરું નાખો . પછી સરસોં નાખો . સરસો તતડે ત્યારે તલ નાખો. હવે, હળદર પાવડર, ધાણા પાવડર થોડું ફ્રાય કરો. બટાકા નાખી , લાલ મરચાં, મીઠું ઉમેરો અને ગરમ મસાલા ઉમેરો. મસાલા સાથે બટાટા શેકો અને મેશ કરો.ભરણ તૈયાર છે કોથમીર નાખો. લોટને 3 ભાગોમાં વહેંચી લો. એક ભાગના લૂઆ બનાવી લો લૂઆને પરોઠા જેમ વણીને 8-10 ઇંચ જેટલી પૂરી પર બટાકાનું ભરણ 3-4 ચમચી મૂકો હળવા દબાવી ફેલાવો.હવે એક બાજુથી ઉઠાવી રોલ બનાવો. બન્ને કોરને હાથથી બંદ કરી દો. રોલને અડધા - સાડા ઈંચમાં કાપી લો . ભાખરવડીના ટુકડા પર સૂકો મેંદો કે બેસન લગાવી ચિપકાવો. જેથી બટાટાનું ભરણ તળતી વખતે બહાર ન આવે . હવે બધી બાખરવડીને આ રીતે બનાવી લો. ભાખરવડી ફ્રાય થવા તૈયાર છે. તેલ ગરમ કરી સોંનેરી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ ભાખરવડી લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.