ચાઈનીઝ નુડલ્સ સમોસા

મંગળવાર, 29 એપ્રિલ 2014 (17:22 IST)
સામગ્રી- મેદો-1 કપ,અજમો,  1/4 ટે.સ્પુન,મીઠું સ્વાદપ્રમાણે, ઘી-2  ટી. .સ્પુન,
સ્ટફિંગ માટે -  નુડલ્સ 1કપ,મશરૂમ બારીક સમારેલા -2, ગાજર 1/4 કપ, વટાણા 1/4 કપ,મીઠું,લાલ મરી 1/4 ચમચી,કાળી મરી 1/4 ચમચી,કોથમીર,લીંબુ રસ 1 ચમચી, સોયા-સોંસ 1/4 ચમચી, લીલા મરચાં 1 સમારેલા, આદુ અડધો ઈંચ.
 
બનાવવાની રીત - એક બાઉલમાં મેંદો, અજમો, મીઠું અને ઘી નાખી લોટ ની જેમ બાંધી લો. આ લોટ ને અડધા કલાક માટે મુકી દો. સ્ટફિંગ માટે કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી આદુ અને લીલા મરચાં સેકો હવે એમાં વટાણાના દાણા નાખી બે મિનિટ સુધી સેકો હવે ગાજર નાખી એક મિનિટ સુધી સેકો. ત્યારપછી મશરૂમ ,મીઠું,લાલ મરી પાવડર,કાળી મરી પાવડર, સોયા સોસ અને લીંબુનો રસ ઉમેરો અને 1 મિનિટ સુધી થવા દો. હવે નૂડલ્સ અને કોથમીર નાખો અને બફાયા પછી ઉતારી લો.  સમોસાનો ભરણ તૈયાર છે. 
 
લોટને મસળીને લોઈ બનાવી રોટલી જેમ વણી લો. પછી વચ્ચેથી કાપી એક ભાગને ઉપાડી વચમાં આંગળી નાખી કોન જેવો બનાવી લો . એની કોર પર પાણી લગાવી આ કોનમાં સ્ટફિંગ ભરી કિનારીઓને બંધ કરી દો . કોનમાં સ્ટફિંગ ભરો પણ અડધો ઈંચ ઉપરથી ખાલી રહેવા દો.બધા સમોસા એમજ તૈયાર કરો હવે કઢાઈમાં તેલ ગરમ કરી સમોસાને ફ્રાય કરો. સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પલટી ને તલો. તમારા નૂડલ્સ સમોસા તૈયાર છે. હવે  મનપસંદ ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો