ગુજરાતી રેસીપી- પાલક કઢી

મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (15:35 IST)
સામગ્રી- 
પાલકના પાન - 30-35 
ખાટું દહી- 1 કપ 
બેસન- 2 ચમચી 
તેલ - 2 ચમચી 
લીલા મરચા-2-3 
આદું- 1 ઈંચ 
સૂકી લાલ મરચા-4-5 
ડુંગળી-1 
જીરું -1 ચમચી
મીઠું સ્વાદપ્રમાણે 
હળદર -ચપટી

વિધિ- સૌથી પહેલા ચણાના લોટ દહી અને બે કપ પાણીને સારી રીતે મિક્સ કરી ફેંટી લો. 
લીલા મરચા , 10-12 પાલકની પાંદળી અને આદુંને થોડુ પાણી નાખી મિક્સ કરી દો. 
આ મિશ્રણને દહી વાળા મિશ્રણમાં નાખી લો. હવે ગરમ તેલમાં લાલ મરચા નાખી એમાં કાપેલા ડુંગળી  રાઈ અને જીરું સાથે નાખો.
જ્યારે પ્યાજ નરમ થઈ જાય તો એમાં દહીં વાળું મિશ્રણ નાખી મીઠું અને હળદર નાખો. 
એને મધ્યમ તાપ પર હલાવતા રાંધવું. જ્યારે કઢી ઘટ્ટ થવા લાગે તો એમાં વધેલું  પાલક બારીક સમારીને એમાં મિક્સ કરો. 
થોડા મિનિટ પછી કઢીનો ગૈસ બંદ કરી નાખો. એને ગરમા ગરમ ભાત સાથે કે ચપાતી કે પરાઠા સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો