1 ¼ કપ બ્રેડ ક્રમ્સ
રીત
ડુંગળીને ગોળ -ગોળ કાપી ઠંડા પાણીમાં રાખો. પછી તેની રિંગ્સને જુદા કરી લો. એક બાઉલમાં મલ્ટીગ્રેન લોટ અને સફેદ મરીનો ભુક્કો મિક્સ કરી લો. આ મિશ્રણમાં ડુંગળીની રિંગ્સને લપેટી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ અને બેકિંગ સોડા મિક્સ કરો અને જરૂર મુજબ પાણી રેડીને ખીરૂ તૈયાર કરો. આ ખીરામાં લોટવાળી રિંગ્સ ડુબાડીને કાઢી લો અને થોડીવાર એમ જ રહેવા દો. પછી તેને બ્રેડ બૂકાથી કોટ કરી લો. હવે આ રિંગ્સને ડીપ ફાય પણ કરી શકો છો અને એને માઈક્રોવેવમાં બેક્સ્ડ પણ કરી શકો છો. 10 મિનિટ માટે બેક કરી લો. પછી તેને પલટીને ફરી 8-10 મિનીટ ક્રિસ્પી થાય તે રીતે બેક કરી લો. તૈયાર છે ગરમાગરમ અનિયન રિંગ્સ તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.