રેલ્વે લાઈન પાસેની દરગાહ બચાવવા આંદોલન

PRP.R
ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતી છોટાઉદેપુર-ધાર બ્રોડગેજ રેલ્વે લાઈન વિવાદોના વમળમાં ફસાય તેવી આશંકા સેવાઈ રહી છે. છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામ પાસે સ્થિત પૌરાણીક હઝરત બાલાપીરની દરગાહ રેલ્વે લાઈનની નજીક છે અને રેલ્વે તંત્ર દ્વારા દરગાહ પૂરી દેવાની તાકિદ કરાય તેવી શંકાના પગલે દેવલીયા અને તેજગઢના ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

PRP.R
હિન્દુ અને મુસ્લિમ કોમોની શ્રદ્ધાનુ કેન્દ્ર ગણાતી બાલાપીરની દરગાહ પર આંચ આવે તે સ્થાનીક લોકોને ખપે તેમ નથી અને તેને લીધે આ વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ઉત્તેજના વ્યાપી ગઈ છે. થોડા દિવસો અગાઉ સ્થાનીક ગ્રામજનો સેંકડોની સંખ્યામાં એકત્રીત થયા હતા અને તેઓએ છોટાઉદેપુરના નાયબ કલક્ટરને આવેદન પત્ર સુપરત કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રોડગેજ રેલ્વે લાઈન નાંખતી વખતે જો દરગાહને કોઈ પણ પ્રકારનુ નુકસાન પહોંચશે અથવા દરગાહને પૂરી દેવાનુ કામ તંત્ર દ્વારા કરવામાં આવશે તો તેને કદાપી સાખી લેવામાં નહીં આવે.

PRP.R
અલબત્ત, ગ્રામજનોએ આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે રેલ્વે તંત્રના ડીઆરએમ શ્રીમતી સુહાસકુમારે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રેલ્વે તંત્ર દ્વારા હાલ વડોદરાથી ડભોઈ વચ્ચેનો રેલ્વે ટ્રેક બનાવવાની કામગીરી પુરજોશમાં જારી છે. આ કામગીરી લગભગ જુન માસ સુધી પૂર્ણ થાય તેવી સંભાવના છે. પરંતુ ડભોઈથી છોટાઉદેપુર વચ્ચેના રેલ્વે ટ્રેક અંગે હજી માત્ર સર્વેની કામગીરી ચાલે છે અને ત્યારપછી તેના ખર્ચનો અંદાજ લગાવવામાં આવશે.

છોટાઉદેપુર પાસેની દરગાહ રેલ્વે ટ્રેકની પાસે આવે છે કે કેમ તે વિષે સર્વે કરવાની કામગીરી મુંબઈ હેડ ક્વાર્ટરના સીએઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી તે વિષે હજી કોઈ માહિતી સાંપડી નથી. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને હજી ઘણો સમય લાગે તેમ છે તેવુ તેમણે વધુ જણાવ્યુ હતુ. જોકે, સ્થાનીક સૂત્રોનુ કહેવુ છે કે, રેલ્વે તંત્ર દ્વારા દરગાહને પૂરવા માટે કોઈ પગલાં લેવામાં આવશે, તો લોકો જલદ આંદોલન કરશે.

દરગાહ પાંચસો વર્ષ પુરાણી છ
છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામે આવેલી હઝરત બાલાપીરની દરગાહ લગભગ પાંચસો વર્ષ પુરાણી છે તેવુ સ્થાનીક લોકોનુ માનવુ છે. દરગાહ પર શ્રદ્ધાપૂર્વક માથુ ઝુકાવતાં લોકોના ધાર્યા કાર્યો પૂર્ણ થાય છે અને તેથી જ બાબા પર લોકોને અસીમ આસ્થા છે.

કોમી એખલાસનુ પ્રતિક બાલાપી
PRP.R
છોટાઉદેપુર તાલુકાના ખોબલા જેવડા ગામ દેવલીયાની સીમમાં આવેલી બાલાપીરની દરગાહ પર માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ હિન્દુ લોકો પણ હાજરી લગાવવા આવે છે. કોર્ટ કચેરી, સંતાનપ્રાપ્તી, ધંધા રોજગાર જેવા અનેક પ્રશ્નોના ઉકેલ બાબાની મઝાર પર મળે છે તેવુ શ્રદ્ધાળુઓનુ માનવુ છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી અમલદારો પણ દરગાહ પર ફુલોની ચાદર ચડાવવા આવે છે. સ્થાનીક આદિવાસીઓ પોતાના ખેતરના પાકનો પહેલો ભોગ બાબાના ચરણોમાં ચડાવે છે. કેટલાકની એવી માન્યતા છે કે, બાબા બિમાર બાળકની બિમારી દુર કરી દે છે. તેથી જ નજીકના ગામડાંના આદિવાસીઓ પોતાના બિમાર બાળકને સારવાર માટે બાબાના દરબારમાં લઈ આવે છે.