અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં ગોરખપુર થી મુંબઇ તરફ જતી અવધ એક્સપ્રેસ આજે સોમવારના રોજ વહેલી સવારે ભરૂચ પાસે પહોચતા તેના પાંચ કોચમાં આગ લાગી હતી. જો કે કોઇ મુસાફરોને ઇજા થઇ નથી.
આ અંગે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગોરખપુર થી મુંબઇ તરફ જતી અવધ એક્સપ્રેસ આજે ભરૂચ જિલ્લાના લાકોદ્રા સ્ટેશને પહોચી હતી ત્યારે તેના એક કોચમાં કોઇ કારણોસર આગ લાગી હતી, તેમાં અગ્નીશામક દળ ઘટનાસ્થળે પહોચે તે પહેલા જ અન્ય ચાર કોચમાં આગ ફેલાઇ ગઇ હતી. ચમત્કારપૂર્વક તમામ મુસાફરોનો બચાવ થયો હતો. નુકસાન પામેલા કોચને છોડીને ટ્રેન સવારે 6 કલાકે મુંબઇ તરફ જવા નીકળી ગઇ હતી.
રેલવેએ આગ લાગવા પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે. આ દરમિયાન હાઇ ટેંશન લાઇનને નુકશાન પહોચતા વડોદરા - મુંબઇ વચ્ચેના રેલવ્યવહારને અસર થઇ છે. લાકોદ્રા અને પાલેજ વચ્ચે નુકશાનગ્રસ્ત રેલ લાઇન બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.