બ્લેક મની મામલે સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી ત્રણ ભારતીયોની યાદીમાં રાજકોટના સોની પંકજ ચીમનલાલ લોઢિયાનુ નામ જાહેર થયુ છે. બુલીયનનો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા પંકજ લોઢિયાનુ નામ જાહેર થતા અચાનક તે લાઈટમાં આવી ગયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન મીડિયાના ખાણ ખોદિયા પત્રકારો લોઢિયાની પાછળ રહ્યા હતા. જો કે કાળા નાણાની યાદીમાં પંજ લોઢિયાનું નામ આવત તેમણે અધિકૃત રીતે ખુલાસો કરતા કહ્યુ કે મારુ સ્વીસ બેંકમાં કોઈ એકાઉંટ નથી.
પંકજ લોઢિયાને શ્રીજી કંપની સાથે સંલગ્ન મુંબઈ. પુના. અમદાવાદ,સુરત, હૈદરાબાદ વિજયવાડા કલકત્તા. જયપુર. કોચી. બેંગ્લોર સહિતના શહેરોમાં ઓફિસો છે. પંકજ લોઢિયાની શ્રીજી ટ્રેડિંગ કંપની સોનાના બિસ્કીટ અને સોનાના દાણાનું વેચાણનું સૌરાષ્ટ્રમાં મોટુ કામ છે.