ગુલબર્ગ સોસાયટી કેસમાં 14 વર્ષ પછી આવ્યો નિર્ણય, 24 આરોપી દોષી ઠેરવ્યા, 36 છોડી મુકાયા

ગુરુવાર, 2 જૂન 2016 (11:21 IST)
ગુજરાત રમખાણો દરમિયાન થયેલ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં કોર્ટે મુખ્ય નિર્ણય સંભળાવતા 24 આરોપીને દોષી સાબિત કર્યા અને 36ને મુક્ત કરી દીધા છે. દોષીઓની સજાનુ એલાન 6 જૂનના રોજ થશે. બીજેપી નેતા બિપિન પટેલને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે કે અતુલ વૈદ્યને દોષી સાબિત કર્યા છે. 
 
36 આરોપીઓને છોડી મુકવાની પ્રક્રિયા પર જકિયાએ અફસોસ બતાવ્યો 
 
આ નિર્ણય પછી જકિયા જાફરીએ કહ્યુ કે 36 આરોપીઓને મુક્ત કરવા પર અફસોસ છે. આગળ પણ લડાઈ ચાલુ રાખીશુ.  તેમની વહુ દુરૈયા જાફરીએ કહ્યુ કે 36 લોકોને કયા આધાર પર છોડવામાં આવ્યા. વકીલો સાથે વાત કરીને નિર્ણય પડકારશે. 

સમગ્ર મામલાનો ઘટનાક્રમ 
 
 
- ગોધરાકાંડના એક દિવસ પછી મતલબ 28 ફેબ્રુઆરી 2002ના રોજ 29 બંગલો અને 10 ફ્લેટની ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરવામાં આવ્યો.  ગુલબર્ગ સોસાયટીમાં બધા મુસ્લિમ રહેતા હતા. ફક્ત એક પારસી પરિવાર રહેતુ હતુ.  પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરી પણ ત્યા રહેતા હતા. 
 
-20000થે વધુ લોકોની હિંસક ભીડે પૂર્ણ સોસાયટી પર હુમલો કર્યો. લોકોને મારી નાખ્યા અને મોટાભાગના લોકોને જીવતા સળગાવી દીધા. 39 લોકોની લાશ જપ્ત થઈ અને અન્યને ગાયબ બતાવ્યા. પણ સાત વર્ષ પછી પણ તેમના વિશે કોઈ માહિતી ન મળતા તેમને મૃત માનવામાં આવ્યા. હવે કુલ મૃત્યુનો આંકડો 69 છે. 
 
- 8 જૂન 2006ના રોજ એહસાન જાફરીની બેવા જકિયા જાફરીએ પોલીસને એક ફરિયાદ આપી જેમા આ હત્યાકાંડ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અનેક મંત્રીઓ અને પોલીસ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા. પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. 
 
- 7 નવેમ્બર 2007ના રોજ ગુજરાત હાઈકોર્ટે પણ આ ફરિયાદને એફઆઈઆર માનીને તપાસ કરવાની ના પાડી દીધી. 
 
- 26 માર્ચ 2008ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના 10 મોટા કેસોની તપાસ માટે આર. કે રાઘવનની અધ્યક્ષતામાં એક એસઆઈટી બનાવી. તેમા ગુલબર્ગનો મામલો પણ હતો. 
 
- માર્ચ 2009માં જકિયાની ફરિયાદની તપાસ કરવાની જવાબદારી પણ સુપ્રીમ કોર્ટે એસઆઈટીને સોંપી. 
 
- સપ્ટેમ્બર 2009ના રોજ ટ્રાયલ કોર્ટમાં ગુલબર્ગ હત્યાકાંડની સુનાવણી શરૂ થઈ. 
 
- 27 માર્ચ 2010ના રોજ નરેન્દ્ર મોદીને એસઆઈટીએ જકિયાની ફરિયાદના સંદર્ભમાં સમન મોકલ્યુ અને અનેક કલાકો સુધી પૂછપરછ કરી. 
 
- 14 મે 2010ના રોજ એસઆઈટીએ પોતાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજુ કરી.
 
- જુલઈ 2011માં એમીક્સ ક્યૂરી રાજૂ રામચંન્દ્રને આ રિપોર્ટ પર પોતાની નોટ સુપ્રીમ કોર્ટમાં મુકી. 
 
- 11 સપ્ટેમ્બર 2011ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલામાં નિર્ણય ટ્રાયલ કોર્ટ પર છોડ્યો. 
 
- 8 ફેબ્રુઆરી 2012 ના રોજ એસઆઈટીએ પોતાની રિપોર્ટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરી. 
 
- 10 એપ્રિલ 2012ના રોજ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે એસઆઈટીની રિપોર્ટને માન્યુ કે મોદી અને અન્ય 62 લોકો વિરુદ્ધ કોઈ પુરાવા નથી. 
 
- આ મામલે 66 આરોપી છે. જેમ મુખ્ય આરોપી ભાજપાના અસારવાના કાઉંસલર વિપિન પટેલ પણ છે. 
 
- આ મામલે 4 આરોપીઓની ટ્રાયલ દરમિયાન મોત થઈ ગઈ છે. 
 
- આરોપીઓમાંથી 9 હજુ પણ જેલમાં છે. જ્યારે કે અન્ય બધા આરોપી જામીન પર બહાર છે. 
 
- આ મામલે 338થી વધુ સાક્ષીઓની જુબાની થઈ છે. 
 
- સપ્ટેમ્બર 2015માં આ મામલનો ટ્રાયલ ખત્મ થઈ ગયો અને હવે નિર્ણય આવવો બાકી છે. 

વેબદુનિયા પર વાંચો