સ્કુલ રીક્ષાની હડતાળ

બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (16:50 IST)
બાળકોને સ્કૂલ વૅન અને રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભરાતા ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી હતી. જેથી પોલીસે સ્કૂલ વર્ધી કરતાં વહાનોને ડિટેન કરવાની કડક કામગીરી હાથ ધરી હતી. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિયેશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ વર્ધી કરતા વહાનોની આજથી અચોક્કસ મુદ્દત સુધીની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાલમાં સાડ છ હજાર સ્કુલ રિક્ષા અને સાડા પાંચ હજાર સ્કુલ વૅન બંધ રહેશે. સ્કુલ વર્ધી એસોસિયેશનની સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગી હતી. સ્કુલ વર્ધી એસોસિયેશનની માંગ છે કે, રિક્ષામાં 6 વિદ્યાર્થીઓ અને વૅનમાં 14 વિદ્યાર્થીઓની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી.

હાલમાં અમુક સ્કુલમાં સેમેસ્ટર પરીક્ષા ચાલુ થઇ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભોગવવાનો વારો આવ્યો છે. વાલીઓએ તેમની મુશ્કેલીને પણ ધ્યાનમાં લેવામાં આવે તેવી વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નોકરી-ધંધા છોડીને બાળકોને સ્કૂલે મુકવા આવવું પડે છે.

વેબદુનિયા પર વાંચો