સંત સરોવર ડેમ: લોકો માટે નવું વન-ડે પિકનિક પ્લેસ

શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (16:35 IST)
રાજસ્થાનમાં ભારે વરસાદ થતા ઓવરફ્લો થયેલા ધરોઇ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. તેના પગલે ગાંધીનગરમાં નિર્માણ પામેલા સંત સરોવર ડેમ  પ્રથમ વખત  ઓવરફ્લો થયો અને તેમાંથી પાણી સાબરમતી નદીમાં વહી રહ્યું છે. ગાંધીનગરના સરિતા ઉદ્યાનની બિલકુલ પાછળ આવેલા  આ ડેમને જોવા માટે હાલ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. તેમા પણ રજાના દિવસે તો મોટીસંખ્યામાં લોકો વન-ડે પિકનિક સાથે પ્રાકૃતિક સૌદર્યની મજા માણી રહ્યાં છે. ૨૦૦૬માં ડેમનું બાંધકામ શરૂ કરાયું હતું,

જે પૂર્ણ થયા પહેલા ચોમાસું આવી ગયું અને ભારે વરસાદ પડતાં નદીમાં પુરના કારણે તેનું ધોવાણ થઈ ગયું. તે પછીના વર્ષમાં આવી જ ઘટનાનું પૂનરાવર્તન થયું હતું. ત્રીજા વર્ષ એટલે ૨૦૦૮માં પણ ધોધમાર વરસાદના પગલે ધરોઇ ડેમમાંથી છોડાયેલું પાણી ઉમેરાતા ધસમસતા પૂરનો પ્રવાહ ચાર લાખ ક્યુસેકથી વધુ થઇ ગયો હતો. તેમાં ડેમ હતો ન હતો બની ગયો હતો. આખરે અમદાવાદના વાસણા બેરેજની જેમ અહી પણ દરવાજા વાળો વિયર બનાવવાનો નિર્ણય કરાયો હતો.

વેબદુનિયા પર વાંચો