પારૂલ યૂનિવર્સિટીના સંચાલક અને ભાજપા નેતા જયેશ પટેલની ધરપકડ

બુધવાર, 22 જૂન 2016 (12:44 IST)
પારૂલ યૂનિવર્સિટીની વિદ્યાર્થી સાથે રેપ કરવાના આરોપી ભાજપામાંથી બહાર કરવામાં આવેલ નેતા જયેશ પટેલને વડોદરા પોલીસે મંગળવારે એ સમયે ધરપકડ કરી લીધી જ્યારે તેઓ પોતાની ગાડીથી રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહ્યા હતા. 
 
પોલીસના મુજબ તેમને એ માહિતી મળી હતી કે જયેશ વડોદરા પરત ફરી રહ્યા છે જ્યાર પછીથી પોલીસે ચેક પોસ્ટ બનાવીને દબાણ નાખ્યુ હતુ. ઘરપકડ પછી જયેશને વડોદરા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે જયેશ પર શનિવારે યૂનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરનારી વિદ્યાર્થી સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાર પછી તેઓ ફરાર થઈ ગયા હતા. 
 
આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ પર પણ કાર્યવાહી કરવામાં બેદરકારીનો આરોપ લાગ્યો હતો પણ પોલીસ વડોદરા રેંજના આઈજી જીએસ મલિકે આ આરોપોને નકાર્યા અને કહ્યુ હતુ કે પોલીસ આ મામલાની પુર્ણ તપાસ કરશે. 
 
આ મામલે એક વીડિયો પણ રજુ થયો છે. જેમા જયેશ સામાજિક કાર્યકર્તાઓ અને પીડિત વિદ્યાર્થીના પરિવારને પોલીસને આ મામલાની ફરિયાદ ન કરવા માટે કરગરી રહ્યા છે. પોલીસ આ વીડિયોને પણ તપાસી રહી છે. 
 
આ મામલે ધરપકડ પામેલ હોસ્ટેલની સંચાલિકા ભાવના ચૌહાણે પૂછપરછમાં કબૂલ કર્યુ કે જયેશના દબાણમાં તેણે પોતાનુ મોઢુ બંધ રાખ્યુ હતુ. પોલીસના મુજબ ભાવનાએ કબૂલ કર્યુ છે કે જયેશ કોલેજની દરેક સુંદર દેખાતી યુવતીઓને ઈશારા કરતા હતા. 

વેબદુનિયા પર વાંચો