વડોદરામાં મુશળધાર વરસાદ, બે કલાકમાં 7 ઈંચ
બુધવાર, 10 ઑગસ્ટ 2016 (10:26 IST)
વડોદરામાં મેઘરાજાએ રુદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું શહેરમાં સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યાસુધીમાં બે કલાકમાં રેકોર્ડ 7 ઇંચ વરસાદથી જળબંબાકારસર્જાયો છે. ભારે વરસાદને કારણે શહેરના રાવપુરા,કારેલીબાગ,નંદનવન માંજલપુર, સયાજીગંજ, સરદાર એસ્ટેટ,પરિવાર ચાર રસ્તા, અલકાપુરી ગરનાળુ સહિતના વિસ્તારોમાંઘૂંટણ સમા પાણી ભરાયા છે.
દરમિયાન અલ્કાપુરીની પતરાની તરીકે ઓળખતી વિસ્તારમાં દીવાલ ઘસી પડતા ત્રણને ઇજા થયાના અહેવાલછે
શહેરના અમિતનગર, ફતેગંજ બ્રિજ, શાસ્ત્રીબ્રિજ પર પણ ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. ભારે વરસાદનેકારણે
શહેરના વિવિધ વિસ્તારમાં જાણે નદીના પાણી વહેતા હોય તેમ વરસાદના પાણી વહી રહ્યાં હતાં.