મુસ્લિમ યુવકની મદદથી સાઉદીમાં ફસાયેલા હિન્દુ દંપતિ પાટણ પરત ફર્યાં

ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (13:43 IST)
સાઉદીમાં નોકરી કરારના કારણે ફસાયેલું પાટણનું દંપતી મુસ્લિમ યુવકની મદદથી વતન ફર્યુ છે. પાટણના જવાળામુખીની પોળમાં રહેતા તરૂણ પટેલ અને તેમનાં પત્ની પૂર્વાબેન પટેલ બંને સાઉથ અરેબિયા જઇ બે વર્ષના કરારથી નોકરી પર રહ્યા હતા. પરંતુ પૂર્વાબેનને ખોરાક અને પાણી અનુકૂળ નહિ આવતાં તેમની તબિયત બગડી હતી. આ કારણે પાટણ પરત ફરવા તેમણે બોસને વાત કરી હતી. પરંતું તેમના બોસ તરફથી  બે વર્ષનો કરાર પૂરો કરીને જ જવા દેવાશે તેવો પ્રત્યુત્તર આપતાં તેઓ  દુવિધામાં મુકાયા હતા. આથી તરુણભાઇએ  પાટણ ખાતે તેમના મિત્ર ભાવિક રામીને ફોન પર વાત કરતાં  તેમણે પાટણના વતની અને સાઉદીમાં રહેતા ઉમરખાન રાઉમાનો સંપર્ક કરાવ્યો હતો. જેમણે રસ લઇ  પટેલ દંપતીની રૂબરૂ મળી કંપની નહિ માનતાં ત્યાંની ગવર્નર ઓફિસની મદદ લઇ અમીન (કિંગ હોમ સેક્રેટરી) સાથે વાત કરી આ દંપતીને કરારમાંથી મુકત કરાવીને ભારત મોકલ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો