નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું

શનિવાર, 30 જુલાઈ 2016 (17:38 IST)
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 119.94 મીટર પહોંચી છે. જેને પગલે વીજળી ઉત્પાદનમાં પણ સારો વધારો થવા પામ્યો છે. નર્મદા ડેમમાં પાણી વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે. પાણીની આવકને પગલે હાલમાં દરરોજના 20-25 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાન થઈ રહ્યું છે. આમ જોતાં 1,450 મેગાવોટ પાવર સ્ટેશનમાંથી રૂપિયા 5 કરોડના મૂલ્યની વીજળી ઉત્પાનદન થઈ રહ્યું છે.  હાલમાં પાણીની આવક 73054 ક્યુસેક નોંધાઈ છે. તેમજ જાવક 58863 ક્યુસેક નોંધાઈ છે. નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ 18489 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અને પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસના 6 યુનિટથી 1200 મેગાવોટ તેમજ કેનાલ હેડ પાવરહાઉસના 4 યુનિટથી 200 મેગાવોટ મળી કુલ હાલમાં 1400 મેગાવોટ વીજળીનું ઉત્યાદ થયું છે.  

વેબદુનિયા પર વાંચો