વડોદરા શહેરમાં આ સ્ત્રીઓ કબ્રસ્તાનમાં રહેવા માટે મજબૂર !!

શનિવાર, 4 જૂન 2016 (16:59 IST)
વડોદરાના મેમન કોલોનીમાં આવેલ એક કબ્રસ્તાન.  તેની અંદર એક આમલીના ઝાડના છાયડામાં બેસી છે બાનુબીબી ગુલામ નબી. ત્યા અચાનક કેટલાક બાળકો આમલી તોડવાની કોશિશ કરવા લાગ્યા. બાનુબીબી આ નાના બાળકોને આવુ કરવાની ના પાડતા કહે છે. આ અલ્લાહનુ ઘર છે. આપણને આ ફળો ખાવાની મંજુરી નથી.  ઉલ્લેખનીય છે કે બાનુબીબી એ 25 મહિલાઓમાંથી એક છે જે પોતાના બાળકો સાથે કબ્રસ્તાનમાં રહેવા માટે મજબૂર છે. 
 
શહેરની સફાઈના નામે કર્યા બેઘર 
 
એક અંગ્રેજી છાપા મુજબ આ સ્થાન વડોદરાના કપુરૈથી 3 કિમી દૂર છે. જ્યાથી ત્રણ સો પરિવારને હટાવાયા હતા.  તેમાથી મોટાભાગના મુસ્લિમ છે. વડોદરાને ચોખ્ખુ બનાવવાના નામ પર આ લોકોના ઘરને તોડ્યા પછી આ પરિવારોનુ પુનર્વાસ થવાનો હતો પણ હાલ તેમની પાસે કોઈ આશરો નથી.  આ લોકોને વચન આપવામાં આવ્યુ હતુ કે શહેરી ગરીબ આવાસ યોજનાની બુનિયાદી સેવાઓની સ્કીમ હેઠળ કપુરૈ નામના સ્થાન પર સસ્તા મકાન આપવામાં આવશે.  પણ આ વાત પણ પુર્ણ ન થઈ શકી.  ઉલ્લેખનીય છેકે કપુરૈમાં રહેનારા હિંદુ લોકોએ વડોદરા નગર નિગમ (વીએમસી)ને પત્ર લખીને મુસલમાન લોકોને અહી ન વસાવવાની ભલામણ કરી હતી. પત્રમાં લખ્યુ છે કે મુસલમાનો કોલોનીમાં રહેવાથી અહીના શાંતિપ્રિય વાતાવરણમાં ભંગ પડશે. તેઓ રોજ ગાળો બોલે છે અને મારઘાડ કરે છે. 
 
મુફલિસી પણ આવી વિસ્થાપનને આડે 
 
હિન્દુ નિવાસીઓના વિરોધ અને રાજનીતિક દબાણ પછી વીએમસી આ વિસ્થાપિત પરિવારોના વિસ્થાપન માટે ક્ષેત્રમાં રહેવા માટે એક ડ્રોનુ આયોજન કર્યુ. આ ઉપરાંત આ બધા ઉપરાંત બીજી સમસ્યા એ હતી કે આ લોકો ઘરનુ પજેશન લેવા માટે સરકારે નક્કી કરેલ ડાઉન પેમેંટ (25 હજાર રૂપિયા) ન આપી શક્યા.  આ લોકોને સસ્તી યોજના હેઠલ 1.3 લાખમાં ઘર મળી રહ્યુ હતુ.  જેમાથી 25 હજાર રૂપિયા ઘરનો કબજો લેતા પહેલા જમા કરાવવાના હતા. 
કબ્રસ્તાનમાં રહેનારી આ મહિલાઓ માટે મુસ્લિમ સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  તેમાથી એક મહિલા કહે છે કે તે અનેક ઘરમાં નોકરાણીનુ કામ કરે છે. જ્યારે કે તેનો પતિ મજૂર છે.  પેટ ભરવા માટે મજબૂર છીએ.  નવા ઘર પર કબજો મેળવવા 25 હજાર રૂપિયા નથી.  વીએમસીએ કપુરૈમાં 232 પરિવાર માટે બીએસયૂપી યોજના હેઠળ એક અંતિમ ચરણનો ડ્રો કાઢ્યો હતો. પણ સરકારી દિશા નિર્દેશ મુજબ પરિવારને આ ઘર ખરીદવા માટે  1.3 લાખ આપવાના હતા અન તેમાથી 25000ની ચુકવની 3 હપ્તામાં તરત કરવાની હતી. 

વેબદુનિયા પર વાંચો