ગુજરાતમાં વરસાદી અસર : મંદિરમાં ઘુસેલી સિંહણે બે મહિલાઓ પર હુમલો કર્યો

શનિવાર, 27 જૂન 2015 (12:37 IST)
અમરેલીમાં ભારે વરસાદને કારણે અહી વસતા સિંહોની હાલત પણ ખરાબ થઈ હતી. વરસાદને કારણે જંગલોમાં પાણી ભરાત સિંહો માનવ વસ્તી તરફ આવી ચડ્યા હતા. તો બે સિંહણના મોતના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. 
 
અમેરિલીના ઈગરોલા ગામ પાસે આવેલા એક શિવ મંદિરમાં ધુસી આવેલી સિંહણે તો બે મહિલા પર હુમલો કરીને તેમ્ને ઘાયલ કરી હતી. મંદિરમાં દર્શને ગયેલી એક મહિલાએ કહ્યુ કે તેઓ ઉભી હતી અને સિંહણે પાછળથી આવીને હુમલો કર્યો હઓત્ સિંહણે તેમના પીઠ પર નહોર માર્યા હતા. 
 
સિંહણના હુમલામાં ઘવાયેલ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યા તેમને 35 ટાંકા આવ્યા હતા.  એક બીજી મહિલા પર હુમલો કરી દેતા તેમણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમરેલીના ડેપ્યુતી કન્ઝરવેટર એમ આર ગુર્જર કહે છેકે શેત્રુંજી નદીમાં પાણીનું લેવલ વધી ગયુ હોવાને કારણે બંને સિંહણો બચવા માટે મંદિરમાં ઘુસી ગઈ હશે. 
 
આ સિંહણોને જંગલ ખાતાના 15 કલાકના રેસક્યુ ઓપરેશન પછી મંદિરમાંથી ખૂબ જહેમતે બહાર કાઢી હતી.  વરસાદ અને કાદવથી લથબથ રસ્તાઓ વચ્ચે સિંહણોને નશાનું ઈંજેક્શન આપ્યા બાદ પાંજરે પૂરવામાં આવી હતી. બંને સિંહણોને પછી સલામત રીતે જંગલમાં છોડી મુકાઈ. 
 
બીજા એક બનાવમાં અમરેલીના ભવાડી ગામના ખેતરમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણના મૃતદેહને ધારેના પશુ ચિકિત્સાલયમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. એવુ કહેવાય છેકે નદીના પુરમાં ડુબી જવાથી સિંહણનુ મોત થયુ છે.   ક્રાક્રીય વિસ્તારમાં પણ એક સિંહણ તણાઈ આવી હતી.  જેનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. 
 
ફોરેસ્ટ ડિપાર્ટમેંટના કહેવા મુજબ લગભગ 50 સિંહોએ શેત્રુંજી નદીના કિનારાના ગામો પાસે કાયમી વસવાટ કરી લીધો છે. મંગળવારે રાતે પહેલા ભરે વરસાદ પછી સિંહો નદી કિનારો છોડી ગામ તરફ આવ્યા હોવાની શક્યતા છે. નદીના પાણી ઓસર્યા પછી જ સિંહોના સાચી સ્થિતિની જાણકારી મળશે. 

વેબદુનિયા પર વાંચો