ઉત્તરાયણમાં આ વર્ષે દુર્ઘટનાઓમાં ૩૫ ટકાનો વધારો થવાની શક્યતા

મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (16:17 IST)
ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે નાના અકસ્માતો - દુર્ઘટનાના બનાવો બનતા હોય છે જેમાં આ વર્ષે વધારો થવાની ગણતરી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જાન્યુઆરીમાં ઉત્તરાયણના દિવસે લોકોને ઇજાઓ સહિત અન્ય બનાવોના કોલમાં ૩૫ ટકાનો વધારો થવાની શક્યતા છે. બે દિવસમાં રાજ્યમાં કુલ ૬૭૪૫ બનાવો બને તેવી શક્યતા છે. ઉતરાયણમાં ગયા વર્ષે કુલ ૫૯૪૪ બનાવ ઇમરજન્સી રિસ્પોન્સ કેન્દ્રમાં નોંધાયા હતા. જ્યારે તા. ૧૫મી જાન્યુઆરીએ ૨૧ ટકા બનાવો અગાઉના વર્ષોની સરખામણીએ થશે ઓછામાં ઓછા ૨૭૫૩ બનાવો બનતાં હોય છે. અગાઉના વર્ષોના બનાવોનું આંકડાકીય વિશ્ર્લેષણ કરીને આ અંદાજો ગુજરાત જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયા છે જે દર્શાવે છે કે પતંગ ઉડાવવાના આનંદના ઉત્સાહમાં પણ ગંભીર બનાવો બને છે. જોકે તકેદારી રાખવામાં આવે તો આ બનાવોમાં ઘટાડો થઈ શકે તેમ છે. લોકોએ રોડ પર પતંગો પકડવા ન દોડવું તથા વાહનચાલકોએ દોરીથી સાવધ રહેવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો