વડોદરામાં વરસાદ - સયાજી હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાયાં

બુધવાર, 31 ઑગસ્ટ 2016 (16:41 IST)
શ્રાવણ મહિનાનો પૂર્ણ થવાને એકાદ દિવસ બાકી છે ત્યારે આજે  સવારથી શહેરમાં શરૂ થયેલા વરસાદી ઝાપટાએ વડોદરા શહેરને બાનમાં લીધું હતું. શહેરમાં સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં 11 મિ.મી., શિનોર તાલુકામાં 1.5 ઇંચ, વાઘોડિયામાં 18 મિ.મી. અને ડભોઇ તાલુકામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલના પરિસરમાં પણ વરસાદના પાણી ભરાયા હતાં. વડોદરામાં આજે સવારથી જ વરસાદે આગમન કરી લીધુ હતું. સવારે 8 વાગ્યાથી વરસી પડેલા વરસાદે સતત 5 કલાક વડોદરાને ગજવી મૂક્યું હતુ. જેને પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એસએસજી હોસ્પિટલના મુખ્ય રસ્તા પણ પાણી ભરી વળતા દર્દીઓને ભારે હાલાકી થઈ હતી. પાણી ભરાવાથી દર્દી અને સગા પણ પરેશાન થઈ ગયા હતા.વડોદરાની સયાજી હોસ્પિટલમાં વરસાદના પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી સર્જાઈ હતી.  



 







વેબદુનિયા પર વાંચો