ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, 22 લોકોના મોત

બુધવાર, 29 જુલાઈ 2015 (10:32 IST)
ઓછા દબાણનું ક્ષેત્ર બનવાથી ગુજરાતના ઉત્તરી ભાગ અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થયો. જેનાથી જનજીવન પ્રભાવિત થયુ. વર્ષા સંબંધી વિવિધ ઘટનાઓમાં 22 લોકોના મોત થવાના સમાચાર છે. 
 

રાષ્ટ્રીય વિપદા મોચન બળ(એનડીઆરએફ) અને રાજ્ય રિઝર્વ પોલીસ (એસઆરપી) ની ટીમોને સર્વાધિક પ્રભાવિત બનાસકાંઠા તથા કચ્છ જીલ્લામાં મોકલવામાં આવ્યા છે. ભારે વરસાદથી રેલ સાથે સાથે સડક માર્ગ પણ પ્રભાવિત થયો છે. રાજ્યના અનેક ક્ષેત્રોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. છેલ્લા બે દિવસમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પણ સારો વરસાદ પડ્યો છે. 
 


અધિકારીઓએ જણાવ્યુ કે અમદાવાદ જીલ્લામાં છ લોકોના મોત થયા છે. જ્યારે કે બનાસકાંઠામાં ચાર મોત થવાન સમાચાર છે. રાજકોટ, કચ્છ અને પાટણ જીલ્લામાં ત્રણ-ત્રણ મોત થઈ છે. સાબરકાંઠા, સુરત અને નવસારી જીલ્લામાં એક એક મોત થયા છે. 
એક સરકારી જાહેરાત મુજબ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્થિતિની સમીક્ષા માટે વિવિધ વિભાગોના સચિવોની સાથે એક બેઠક કરી અને રાજ્યભરમાં રાહત અભિયાનની પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યુ.  

વેબદુનિયા પર વાંચો