રાજ્યના 202 જળાશયો ભરાયા, 10 જળાશયોમાં એલર્ટ

બુધવાર, 29 જુલાઈ 2015 (16:04 IST)
રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં સાર્વત્રિક વ્યાપક વરસાદને કારણે 28-07-2015ના રોજ સવારે 8 કલાકની સ્થિતિએ રાજ્યના કુલ 202 જળાશયો પૈકી 4,  મધ્ય ગુજરાતના 17 જળાશયો પૈકી 1 અને દક્ષિણ ગુજરાતના 13 જળશયો એલર્ટ જાહેર કરાયા છે. વધુમાં સંપૂર્ણ ભરાયેલા જળાશયોમાં દાહોદ જીલ્લાનું ઉમરિયા તાપી જીલ્લાનું દોસવાડા, કચ્છ જીલ્લના નિરુના, કૈલા, કસ્વાતી અને ફતેહગઢ તેમજ અમરેલી જીલ્લાનાં ધાતરવાડી વાડિયા અને સાંકરોલી અને સૂરજવાડી, તેમજ ભાવનગર જીલ્લાના રોજકી અને શેત્રુંજી, મોરબી જીલ્લાનું ઘોડાદ્રોઈ અને રાજકોટ જીલ્લાનાં સુરવોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 80થી 90 ટકા ભરાયેલા 10 જળાશયોને એલર્ટ જાહેર કરાયા છે. જેમા કચ્છ જીલ્લાનું સુવી, અમરેલીનું વાડી, ભાવનગરનું હમીરપુરા, જામનગરનું ફોફલ-2, ગીર સોમનાથ સુરેન્દ્રનગર જીલ્લાનું ધોળીધજા જળાશયોનો સમાવેશ થાય છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 51.67 ટકા જેટલો નોંધાયો છે. જેમા કચ્છ રીજીયનમાં 82.17 ઉત્તર ગુજરાતમાં 68 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં  39.94 ટકા, સૌરાષ્ટ્રમાં 58.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 42.35 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. 

વેબદુનિયા પર વાંચો