18 લાખની નકલી નોટ ઝડપી

ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (15:41 IST)
અમદાવાદઃ  SOGએ 18 લાખની નકલી મામલે નોટ ઝડપેલા બે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ મુક્ય સૂત્રધર સમીર મોન્ડલ અને બુધુ મોન્લાને કોર્ટે 14 દિવસના રિમાન્ડ મજૂંર કર્યા હતા. આરોપીની પૂછપરછ દમિયાન અનેક ખુલાસા થયા હતા. આરોપી

આરોપી સમીર અંતરરાષ્ટ્રીય સીમા બાગ્લાદેશ પાસેના માત્ર 2 કિ.મી દૂર આવેલા એક ગામમાં રહેતો હતો. ત્યાંથી તે અનેક વખત બાંગ્લાદેશ પણ જઇ આવ્યો હતો. બીજી તરફ બાંગ્લાદેશમાં રહેતા કૅરિયર પણ અનેક વખત આર્મી અને પોલીસની નજર બચાવીને ભારત આવી ચૂક્યો છે. સમીરે એ વાત કબૂલી હતી કે તે 20 થી 25 ટકા જ નકલી નોટ લાવતો હતો. અને તેને 40 થી 60 ટકાન રેસિયામાં ફરતી કરતો હતો. સમીર અને તેના સગા સબંધી તમામ આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા છે. પોલીસે સમીરના સંબંધીના બૅંક એકાંઉન્ટની વિગત મેળવતા જાણવા મળ્યું કે, 60 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરાયુ છે. આરોપીએ અત્યાર સુધમાં કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી છે. સમીર ગુજરત, દિલ્લી, એમપી, યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના તમામ રાજ્યોમાં નકલી નોટ મોકલતો હતો. તેના સાગરિતો સામાન્ય જીવન જીવતા હતા. અને નાનો મોટો કામધંધો કરતા અને તેની આડમાં આ રૅકેટ ચલાવી રહ્યા હતા. આરોપની કૉલ ડિટેઇલ મળી છે  અને તેમા સમીરનું બાંગ્લાદેશ કનેક્શન પણ જાણાવા માળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 1000 દરની એક નોટ માત્ર 35 થી 40 રૂપિયામાં તૈયાર થાય છે.

વેબદુનિયા પર વાંચો