રાજકોટમાં નજરે પડ્યો 4 આંખવાળો સૌથી ઝેરી વાયોલીન સ્પાઇડર

ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (17:15 IST)
દુનિયાના સૌથી ઝેરી કરોળિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સના વિદ્યાર્થીઓએ ભવનમાંથી જ શોધી કાઢ્યો છે. આ કરોળિયો વાયોલીન સ્પાઇડર તરીકે ઓળખાય છે. આ કરોળિયાને ચાર આંખો અને આઠ પગ હોય છે. તેનો એક ડંખ જીવલેણ સાબિત થાય છે. ભવનના વડા ડો.વર્ષાબેન ત્રિવેદીએ કહ્યું હતું કે, આ પહેલા દક્ષિણ ભારતમાં દેખાયા બાદ બીજી વખત દેશમાં રાજકોટમાં દેખાયો છે.  વાયોલીન સ્પાઇડર ના એક ડંખ માણસને જીવવા માટે મુશ્કેલ કરી દે છે. કરોળિયાના ડંખમાં રહેલું ઝેર ચેતાતંત્ર મારફતે આખા શરીરમાં પહોંચી જાય છે. તેમજ ગુજરાત બીજે ક્યાંય ન જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.  યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ કિટકશાસ્ત્રના અભ્યાસ દરમિયાન કેમ્પસમાંથી 100 કરોળિયા શોધી કાઢ્યા હતા. જેમા વાયોલીન સ્પાઇડર સંસ્કૃત ભવનની લાયબ્રેરીમાંથી મળી આવ્યો હતો. લાયબ્રેરીમાં થોડા સમય પહેલા જ વિદેશથી પુસ્તકો આવ્યા હતા તેના ભેગો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

વાયોલીન સ્પાઇડરને ચાર આંખ અને આઠ પગ છે. તે શરીરમાં મોટા કદનો છે. આ કરોળિયો મળતા તેને માઇક્રોસ્કોપની મદદથી તેના પર પરિક્ષણ કરતા વાયોલીન સ્પાઇડર હોવાનું જણાયું હતું. આ કરોળિયા નોર્થ અમેરિકામાં વધુ જોવા મળે છે. કિટકશાસ્ત્રમાં આ કરોળિયા કંઇ પ્રજાતિ અને કેવો ઝેરીલો છે તે જાણવા માટે અમે અમેરિકાની મીનીસોટો યુનિવર્સિટીના પ્રોફેસર ઝે ક્રેમરનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ પ્રજાતિના કરોળિયાના એક ડંખથી ચામડી ગળતી જાય છે. આ કરોળિયાના શરીર પર વાયોલીન પ્રકારની નિશાની હોવાથી તેને વાયોલીન સ્પાઇડર તરીકે ઓળખાય છે. 

વેબદુનિયા પર વાંચો