ક્રિકેટર જાડેજાનાં રેસ્ટોરન્ટ "જડ઼ુસ"નું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (15:58 IST)
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ભારતીય ટીમના ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની "જડ઼ુસ" નામની રેસ્ટોરન્ટ આવેલી છે. મહાનગર પાલિકાને ફરીયાદ મળી હતી કે, રેસ્ટોરન્ટનાં પાછળનાં ભાગનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે.ફરીયાદને આધારે આજે મનપાની ટીમ જેસીબી સાથે દોડી ગઇ હતી. અને ગેરકાયદેસર રીતે થયેલા બાંધકામ પર જેસીબી ફેરીવી દીધું હતું.આ અંગે મળતી વિગત અનુસાર મનપાને મળેલી ફરીયાદનાં આધારે "જડ઼ુસ" રેસ્ટોરન્ટનાં પાછળના ભાગે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઓરડી તોડી પાડવામાં આવી હતી. વધારાની જગ્યા પર દબાણ કરી આ બાંધકામ કરાયું હતું. જે મનપાની ટીપી શાખાનાં ધ્યાનમાં આવતા જેસીબી સહિત પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને વધારાનું બાંધકામ તોડી પડાયું હતું.

વેબદુનિયા પર વાંચો