ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઇસ્કૂલ અને વર્સોવા રેસિડન્ટ વોલિન્ટિયર્સ દ્વારા સ્વચ્છતા અભિયાન નિમિત્તે આયોજિત સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન
ગુરુવાર, 6 ઑક્ટોબર 2016 (12:01 IST)
ચિલ્ડ્રન વેલફેર સેન્ટરની સ્કૂલ, કાલારાસ કોલેજ ઓફ કોમર્સ અને વર્સોવા રેસિડન્ટ વોલિન્ટિયર્સ દ્વારા સોમવાર, 3 ઓક્ટોબર, 2016ના ભવ્ય સેમિનારનું આયોજન ચિલ્ડ્રન વેફેર સેન્ટર હાઇસ્કૂલ, યારી રોડ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પારંપારિક પદ્ધતિએ ટ્રેડિશનલ ડ્રેસમાં મુખ્ય અતિથિ યુનાઇટેડ નેશનના એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ એરિક સોલિયમનું સ્વાગત કર્યું. એરિક સોલિયમે દરિયા કિનારા પરના પ્લાસ્ટિક સહિતના કચરાને કારમે વિશ્વભરમાં પર્યાવરણ, મનુષ્ય, પશુપક્ષીને કેવી રીતે નુકસાન થાય છે અને પ્રદૂષણ કેવી રીતે ઓછું કરી શકાય એ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આ અવસરે ચિલ્ડ્રન વેલફેર સેન્ટરના પ્રન્સિપલ શ્રી અજય કૌલ, સ્કૂલના એક્ટિવિટી ચેરમેન શ્રી પ્રશાંત કાશીદ,ફિલ્મ અને ટીવી એક્ટર નરેશ સુરી અને વર્સોવા રેસિડન્ટ વોલિન્ટિયર્સના અફરોઝ શાહે પણ કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
ચિલ્ડ્રન વેલફેર સેન્ટરના પ્રિન્સિપલ શ્રી અજય કૌલ, સ્કૂલના એક્ટિવિટી ચેરમેન શ્રી પ્રશાંત કાશીદે જણાવ્યું કે, એરિક સોલિયમ વિશ્વભરમાં લોકોને દરિયા કિનારા પરનો કચરો, ખાસ કરીને પ્લાસ્ટિકથી પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આગલે દિવસે જ વર્સોવા બીચ પર સફાઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમે એટલા માટે એરિકના સેમિનારનું આયોજન કર્યું, જેથી આજની યુવા પેઢીને કચરા ને પ્લાસ્ટિકથી થતા નુકસાનની જાણકારી મળવાની સાથે તેમનામાં જાગૃતિ આવે અને દેશને કચરા તથા પ્રદૂષણ મુક્ત કરી શકે.
યુનાઇટેડ નેશનના એન્વાયરમેન્ટના હેડ એરિક સોલિયમે જણાવ્યું હતું કે, કોલેજ અને સ્કૂલના બાળકો દેશનું ભવિષ્ય છે. જો યુવા પેઢી કચરા, પ્રદૂષણ અને પર્યાવરણ જેવી બાબતોમાં જાગૃત બને તો આવનારા સમયમાં દુનિયાભરમાં પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યા હળવી થઈ શકે. અને એટલા માટે જ સેમિનારમાં ભાગ લેવા આવ્યો છું.