ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશી વિહિપના નેતા પ્રવિણ તોગડિયાના પુત્રના લગ્‍નમાં ઉપસ્થિતિ

સોમવાર, 21 ડિસેમ્બર 2015 (10:43 IST)
આજે અમદાવાદમાં વિહિપના નેતા પ્રવિણ તોગડિયાના પુત્રના લગ્‍નમાં હાજરી આપવા ભાજપના ટોચના નેતા સંજય જોશી ઉપસ્થિત રહ્યા હતા સવારે તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. હાલમાં જ સંજય જોશીના પોસ્‍ટરોને લઇને ભારે વિવાદ રહ્યો હતો. અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશન પર વીએચપી, આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓ સંજય જોશીને આવકાર્યા હતા
 
    વિહિપના ટોચના નેતા પ્રવીણભાઈ તોગડીયાના પુત્રના લગ્ન પ્રશંગમા સંજય જોશી છવાયેલા રહ્યા હતા મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ સાથે લંબાણ પૂર્વક ચર્ચાઓ કરી હતી ,પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે તેઓએ ઉષ્મા પૂર્વક ચર્ચાઓ કરી હતી પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા સહિતના આગેવાનો તેઓને  મળ્યા હતા અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવાયો હતો
 
       નવદંપતીઓને આશીર્વચન પાઠવવા ગયા ત્યારે સતત આગેવાનો કાર્યકરો થી ઘેરાયેલા જોવા મળ્યા હતા મોટાભાગના તેઓને મળવા દોડી ગયા હતા સેલ્ફી લેવા માટે પણ જબરો ઉત્સાહ હતો 
 
      ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીએ દરેક આગેવાનો સાથે નિખાલસ ચર્ચાઓ કરી હતી મુખ્ય મંત્રી ના વીવી આઈપી કક્ષમાં પણ તેઓ પહોચ્યા હતાઅને આનાદીબેન સાથે ચર્ચા કરી હતી જોકે તેઓ કાર્યકરો સાથે જમવા ગયા હતા સંજય જોશીમાં આજે ગજબની બોડી લેન્ગવેજ જોવા મળી હતી કાર્યકરોમાં પણ ગજબ નો ઉત્સાહ જોવા મળ્યો હતો
 
      ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીની ગુજરાત મુલાકાત ગરમાવો સર્જે છે તેવામાં આજે તેઓ મુખ્ય મંત્રી આનંદી બેન પાટલે કેશુભાઈ પટેલ અને ગૌતમ ભાઈ આડાની સાથેની મુલાકાત સૂચક હોવાનું મનાય છેસંજય જોશીની આ મુલાકાતને પગલે રાજકીય ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે
 

વેબદુનિયા પર વાંચો