સ્વાયત્ત ચૂંટણી પંચમાં ‘સરકારી પ્રભાવ’થી હાઇકોર્ટ નારાજ

શનિવાર, 31 ઑક્ટોબર 2015 (13:16 IST)
રાજ્યની છ મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ, મુક્ત અને ન્યાયી માહોલમાં યોજવાની જવાબદારી, જાણે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને બદલે કોર્ટે ઉપાડી લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારોના હિતોનું રક્ષણ થવાને બદલે જાણે રાજ્ય સરકારની તરફેણ કરાતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એમ પણ મનાય છે કે, છેલ્લા એક અઠવાડિયા-પખવાડિયા દરમિયાન ન્યાયી માહોલમાં ચૂંટણીઓ યોજવા માટે કોર્ટમાં ધા ન નંખાઈ હોત તો કદાચ રાજ્યના મતદારોને તો તેના અધિકારતથી પણ વંચિત રહેવાનો વારો આવ્યો હોત. ગુજરાતમાં અગાઉ ક્યારે ન જોવા મળ્યું હોય તે રીતે રાજ્યનું ચૂંટણી પંચ વર્તતું હોય, તેના બચાવમાં પંચની દલીલ ગમે તે હોય પણ, જ્યારે કોર્ટ દ્વારા પંચની ટીકા થઈ હોય,તેને તેની મૂળ ફરજની યાદ અપાવાતી હોય ત્યારે તો રાજ્યના મતદારોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ચચર્િ થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો