જામનગરમાં ગરમીમાં વધારો: તાપમાન 34.3 ડીગ્રી

સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:35 IST)
સમગ્ર હાલારમાં સુર્ય દેવતાએ વધુ એક વખત પોતાનો આકરો મિજાજ બતાવ્યો છે, જામનગર શહેરમાં એક તરફ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુર્ય દેવતાનો પ્રકોપ વધી જતા શહેરીજનો બફારાથી અકળાઇ ઉઠયા છે ઉપરાંત ગામડા મથકો જામજોધપુર, લાલપુર, જોડીયા, ઘ્રોલમાં પણ લોકો બફારાથી પરેશાન થઇ ચુકયા છે.હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજનુ મહત્મ તાપમાન 34.3 નોંધાયુ છે, લઘુતમ તાપમાન 23.1 નોંધાયુ છે ભેજનું પ્રમાણ હવામાં અત્યંત ઉંચુ 93 ટકા જેટલુ થઇ જતા જામનગર શહેર સહિત જીલ્લાભરમાં લોકો ગરમીથી અકળાઇ ઉઠયા છે. અહી ઉલ્લેખનીય છે કે શહેરભરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઉંચો જતા શહેરીજનો ગરમી અને બફારાના કારણે અકળાયા હતા તો બીજી તરફ વહેલી સવારે શિયાળા જેવુ ઠંડુ વાતાવરણ જોવા મળ્યુ હતું. હાલારમાં ઠંડી-ગરમી જેવુ મિશ્ર વાતાવરણ જોવા મળ્યુ છે અને આગામી સમયમાં ધરતીપુત્ર વરસાદની મીટ માંડીને બેઠો છે.

વેબદુનિયા પર વાંચો