ગુજરાત પોલીસ હવે હાર્લે ડેવિડસન બાઈકની મદદથી ચોરોનો પીછો કરશે

બુધવાર, 27 મે 2015 (16:48 IST)
આપણા દેશની પોલીસ પોતાની ધીમી ચાલને કારણે જાણીતી પણ છે અને બદનામ પણ. પણ ગુજરાત પોલીસ પોતાની છબિ દેશના બાકી રાજ્યોની પોલસહી થોડી અલગ હટીને બનાવવામા લાગી છે. એ માટે અહીની પોલીસ સુપર બાઈક્સની મદદ લઈ રહી છે. બુધવારે ગુજરાત પોલીસની સેવામાં છ કસ્ટમાઈઝ્ડ હાર્લે ડેવિડ્સન સ્ટ્રીટ 750 બાઈક્સનો સમાવેશ કરવામાં આવ્યો. 
 
મતલબ એ કે હવે ગુજરાત પોલીસ ચોરોનો પીછો આ સુપર બાઈલ્સ દ્વારા કરશે. પોલીસ આ બાઈક્સનો ઉપયોગ વીઆઈપી એસ્કોર્ટ આપ્વ અને પ્રાકૃતિક વિપદા સમયે રાહત કાર્યો માટે પણ કરશે.  હાર્લે ડેવિડસનના પ્રિંસિપલ ડીલર પ્રણવ નંદાએ કહ્યુ, 'અમને ગર્વ છે કે હાર્લે ડેવિડ્સન સ્ટ્રીટ 750 બાઈક્સ ગુજરાત પોલીસની સેવામાં જોડાય ગઈ છે. આ બાઈક પોલીસ વિભાગની જરૂરિયાતો મુજબ ફિટ બેસે છે. 
 
હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750માં નવો X V-Twin એંજિન લગાવ્યુ છે.  તેમા લિકવિડ કૂલ્ડની પણ સુવિદ્યા છે જે શહેર અને હાઈવે પર બાઈકની પરફોર્મેંસને સારી બનાવી છે. આ બાઈક 6 સ્પીડ ટ્રાંસમિશનથી યુક્ત છે. 
 
હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750ના ફીચર્સ 
 
એંજિન - લિક્વિડ કૂલ્ડ રિવોલ્યૂશન  X V-Twin
ડિસ્પ્લેસમેંટ :  749 સીસી 
પાવર : 47 બીએચપી 
ટૉર્ક - 59Nm 
કિમંત - 4.32 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) 

વેબદુનિયા પર વાંચો