બાથરૂમમાં 5.70 કરોડ સંતાવીને મુકનારા વેપારીની ધરપકડ, કર્ણાટકમાં અનેક સ્થાન પર સીબીઆઈના દરોડા

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (11:10 IST)
કર્ણાટકમાં જૂના નોટ બદલનારા સાત દલાલ પકડાયા છે. 93 લાખ રૂપિયાની નવી કરેંસી જપ્ત થઈ છે.  ખાસ વાત એ છે કે ઈડીના અધિકારી ખુદ ગ્રાહક બનીને દલાલોને મળ્યા હતા અને પછી તેમને રંગે હાથ પકડ્યા. દલાલો પાસેથી બે-બે હજારના નવા નોટ જપ્ત કરવામાં આવ્યા છે. 
 
આ દલાલો પર 35 કમીશન લઈને નોટ બદલવાનો આરોપ લાગ્યો છે. દલાલોનુ કઈ બેંક અધિકારીઓ સાથે લિંક હતુ તેની તપાસ થવી હજુ બાકી છે. 
 
કાળાનાણા રાખનારાઓ વિરુદ્ધ CBI અને EDનું આંદોલન 
 
બીજી બાજુ ચાર દિવસ પહેલા જ સમાચાર હતા કે કર્ણાટકના ચિત્રદુર્ગ અને હુબલીમાં દરોડા પડ્યા હતા. ચિત્રદુર્ગમાં બાથરૂમમાંથી પાંચ કરોડ સત્તર લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. હવે આ મામલાની તપાસ આગળ વધી છે. સીબીઆઈએ બેંકના ચાર અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 
 
સીબીઆઈએ પાંચ કરોડ 70 લાક રૂપિયાના જૂના નોટોને નવા નોટમાં બદલવાના આરોપમાં સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, સ્ટેટ બેંક ઓફ મૈસૂરસ આઈસીઆઈસીઆઈ અને કોટક મહેન્દ્રાના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.  આ અધિકારીઓએ કર્ણાટક સરકારના એક હવાલા ઓપરેટર કે સી વીરેન્દ્રના કાળા નાણાને સફેદ કર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો