786 નંબરની ચલણી નોટોનું કર્યું લાખોનું કલેક્શન

શુક્રવાર, 18 નવેમ્બર 2016 (15:03 IST)
786 નોટના મહત્વ વિશે ઈસ્લામ ધર્મમાં ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલુ છે. જેને પરિણામે પ્રકાશભાઈ સોની કે જેઓ પોતે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની સેશન કોર્ટમાં વકીલાત કરે છે. તેઓની પાસે રૂપિયા 1, 2, 5, 10 અને 20 તેમજ 50, 100, 500 અને 1000ના મૂલ્યની કુલ રૂ.2,65,000ની 786 નંબરની ચલણી નોટ્સનું કલેક્શન ભેગુ કરેલ છે.જોવા જઈએ તો પ્રકાશભાઈના જીવનમાં 786 નંબરનું કંઈક આગવું જ મહત્વ જોવા મળે છે. નોટના કલેક્શન ઉપરાંત પ્રકાશભાઈ ક્યાંક જતા હોય તો રેલવે ટિકિટ, AMTS ટિકિટ તેમજ અન્ય કોઈ જગ્યાએ બિલ ચૂકવણી પણ તેમને 786 નંબરથી મળી હતી. તેઓનું માનવું છે કે 786 નંબર તેમના માટે ખૂબ જ લકી સાબિત થયો છે. ઉપરાંત હાલમાં સરકાર દ્ગારા રૂ.500 અને રૂ.1000ની નોટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે પ્રકાશભાઈ આ નોટ્સ બેન્કમાં જમા ન કરાવતાં તેનું સ્મારક બનાવી લિમ્કા બુક ઓફ ધ રેકોર્ડ તથા ગિનિસ બુક ઓફ ધ રેકોર્ડમાં નામ નોંધાવવા માગે છે. તેઓનો પરિવાર દર વર્ષે ધનતેરશના દિવસે એકઠી કરેલી 786 નંબરની નોટ્સની વિધિવત પૂજા પણ કરે છે.

વેબદુનિયા પર વાંચો