ભરૂચના વાગરા સ્થિત GIDC પ્લાન્ટમાં ફરી ગેસ ગળતર, 3નાં મોત

ગુરુવાર, 3 નવેમ્બર 2016 (12:11 IST)
વાગરા તાલુકાના રહીયાદ ગામ નજીક આવેલી જીએનએફસી કંપનીના ટીડીઆઇ પ્લાન્ટમાં ગેસ ગળતર થતાં ત્રણના મોત નીપજ્યાં છે. જ્યારે 13 લોકોને અસર થયાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગઇકાલે મોડી રાત્રે પ્લાન્ટમાં કામદારો કામ કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. તમામ અસરગ્રસ્તોને હાલ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગેની જાણ આજે વહેલી સવારે પોલીસને કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે ટીડીઆઈ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. અત્યંત ઝેરી ગાણાતા એવા ફોસીજન ગેસ લીકેજ થયો હતો. કહેવાય છે કે બીજીવખત ટીડીઆઈ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બની છે.ગેસ લીકેજની ઘટના કંઇ રીતે બની તે અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું છે.

વેબદુનિયા પર વાંચો