શહેરના દક્ષિણી વિસ્તારમાં રહેનારી એક યુવતીએ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી ગઈ કે તેણે સોશિયલ મીડિયા પર ખુદને વેચવાની જાહેરાત કરી. યુવતીની માતા લકવાગ્રસ્ત છે અને પિતા પણ એક દુર્ઘટનાને કારણે બંને પગના દુખાવાથી પરેશાન છો. પિતા જ પરિવાર ચલાવતા હતા. પણ હવે તેઓ ઘરે બેસ્યા છે. તેથી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આનાથી તંગ આવીને પુત્રીએ પોતાની ઈજ્જત દાવ પર લગાવી દીધી છે.
લોકો મદદને બહાને શિકાર શોધે છે
એક મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યુ કે મને આવુ કરીને ખુદને શરમ લાગી રહી છે. પણ મારી પાસે આ સિવાય કોઈ ઉપાય જ નથી. મને મજબુરીવશ આ પગલુ ઉઠાવવુ પડ્યુ. અપંગ માતા-પિતાનુ આ દુખ હવે મારાથી સહેવાતુ નથી.