મોદી હિટલર.. ન્યાય કરો.. . કહીને ખેડૂતે કર્યુ આત્મવિલોપન

ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (15:14 IST)
કપાસની ખેતીને થઈ રહેલ નુકશાનથી તંગ આવીને એક ખેડૂતે પોતાની ઉપર કેરોસિન છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો. ખેડૂતે પહેલા ઝેરી દવા પીધી અને પછી કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. તેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  
 
મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના ઘારાઈ ગામમાં રહેનારા અરવિંદ ભૂપતભાઈ નાગાણી આજે સવારે કપાસનો પાક વેચવા માર્કેટયાર્ડ ગયો હતો પણ તેને પાકની ખૂબ જ ઓછી કિમંત મળી. આ વાતથી ક્ષુબ્ધ ભૂપતે માર્કેટયાર્ડમાં જ કીટનાશક પી લીધી અને ત્યારબાદ પોતાની પર કેરોસિન છાંટીને આગ લગાવી લીધી. ભૂપતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત ગંભીર બનેલી છે.  
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં કપાસના ન્યૂનતમ સમર્થન મૂલ્યને વધારવાની માંગને લઈને ગુજરાતના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઘટનાથી ખેડૂત વધુ ઉગ્ર થઈ ગયો છે. ઘટના પછી ખેડૂતોએ મોદી સરકાર વિરુદ્ધ મોદી હિટલર ન્યાય આપો.. નો શબ્દોચ્ચાર કરતા નારેબાજી શરૂ કરી દીધી હતી.  
 

વેબદુનિયા પર વાંચો