દિવાળીમાં ઘર કે ઓફિસની સાફસફાઈમાં પણ હવે ગૃહિણીઓનું ‘આઉટ સોર્સિંગ’

બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:46 IST)
દિવાળી પહેલાં ઘર સફાઇ એ હિંદુ સંસ્કૃતિની ટ્રેડિશન છે. ગૃહિણીઓ દિવાળીના તહેવાર પહેલાં જ ઘરને ચકચકાટ કરીને નકામી વસ્તુઓનો નિકાલ કરી દે છે. બાર મહિને ઘરની સંપૂર્ણ સફાઇ માટે દિવાળી ટાણે નોકરોની અછતે ગૃહિણીઓને હવે હોમ ક્લિનિંગ એજન્સીઓ તરફ વળી છે. છેલ્લા બે ત્રણ વર્ષથી હોમ ક્લિનિંગ કંપનીઓની બોલબાલા વધી છે. એકલા હાથે ઘરની સફાઇ કરવી અઘરી લાગતાં હવે ગૃહિણીઓ આવી કંપનીઓની સેવા લઇ રહી છે. ખાસ કરીને વર્કિંગ વુમન કે સેપરેટ ફેમિલીમાં રહેતી ગૃહિણી આ સેવા લેવા તરફ વળી છે. ઘરની સફાઇની જરૂરિયાત પ્રમાણે આ કંપનીઓ રૂ.૧૦૦થી શરૂ કરીને ર૦ હજારની સફાઇનાં પેકેજ આપે છે. કેટલીક કંપનીઓના પેકેજ રૂ.૩પ૦૦થી શરૂ થાય છે. પરંતુ દિવાળી ટાણે આ કંપનીઓ પણ રૂ.૩૦૦થી પ૦૦નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાફ સફાઇના પેકેજમાં સ્ટીમ ક્લિનિંગ, ડીપવોર્મ ક્લિનિંગ, પંખા, ફર્નિચર, ફર્નિશિંગ બાથરૂમ, બેડરૂમ ગેલેરી વગેરેનો સમાવેશ થાય છે. ગૃહિણીઓ પેકેજ તેની જરૂરિયાત પ્રમાણે લઇ શકે છે. આવી હોમ ક્લિનિંગ એજન્સી ફ્રીજ, ઓવન ડીશવોશર સહિત સોફા, કારપેટ, ડાઇનિંગ ચેર ક્લિનિંગ સહિત અનેક પ્રકારની સેવા આપે છે. જેમાં સોફા ક્લિનિંગ ૧૭૦૦થી ૬૦૦૦ કિચન બાથરૂમ સોફા ક્લિનિંગ રૂ.૧૦૦૦ થી રપ૦૦ માત્ર કિચન ક્લિનિંગ રૂ.૧૩૦૦ થી ૩૦૦૦ ઓવન ક્લિનિંગ રૂ.પ૦૦થી ૭૦૦ જેવાં અનેક પેકેજના ઘરના રૂમ રસોડાની જગ્યા કબાટની સંખ્યા ફર્નિચર કેટલું છે તેના પર આધારિત છે. એક ગૃહિણીના મતે છેલ્લાં દસ વર્ષથી મારો કામવાળો દિવાળીની ઘર સફાઇ કરી આપતો હતો. આ વર્ષે તે બીમાર હોવાથી અન્ય નોકર કામ કરી આપવા તૈયાર નથી એટલે મેં આ વર્ષે હોમ ક્લિનિંગ કંપનીની સેવા લીધી છે.

વેબદુનિયા પર વાંચો