નવરાત્રીનાં કારણે અંબાજીમાં દર્શનનો સમય બદલાયો

શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (12:36 IST)
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૃવારને તા. ૨૫-૯-૧૪ થી આસો વદ - અમાસ ગુરૃવારને તા. ૨૩-૧૦-૨૦૧૪ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

- સવારે આરતી - ૭.૩૦ થી ૮.૦૦

- સવારે દર્શન - ૮.૦૦ થી ૧૧.૩૦

- રાજભોગ બપોરે - ૧૨.૦૦ કલાકે

- બપોરે દર્શન - ૧૨.૩૦ થી ૧૬.૧૫

- સાંજે આરતી - ૧૮.૩૦ થી ૧૯.૦૦

- સાંજે દર્શન - ૧૯.૦૦ થી ૨૧.૦૦


નવરાત્રી અંગેનો કાર્યક્રમ

(૧) ઘટ સ્થાપન ઃ- આસો સુદ-૧, ગુરૃવારને તા. ૨૫-૯-૨૦૧૪. સમય સવારે ૧૦.૩૦ કલાકે

(૨) દુર્ગાષ્ટમી ઃ- આસો સુદ - ૮ ગુરૃવારને તા. ૨-૧૦-૨૦૧૪. આરતી સવારે ૬.૦૦ કલાકે થશે.

(૩) વિજયાદશમી (સમી પુજન) ઃ- આસો સુદ -૧૦ શુક્રવારને તા. ૩-૧૦-૨૦૧૪ સાંજે ૮.૧૭ કલાકે

(૪) દૂધપૌઆનો ભોગ ઃ- તા. ૭/૧૦/૨૦૧૪ ને મંગળવારના રોજ રાત્રે ૧૨.૦૦ કલાકે તથા કપૂર આરતી.

(૫) આસો સુદ પૂનમ ઃ- આસો સુદ - ૧૫ બુધવારને તા. ૮/૧૦/૨૦૧૪ આરતી સવારે ૬.૦૦ કલાકે

વેબદુનિયા પર વાંચો