#Dalit આક્રોશ - દલિતો પર અત્યાચાર ભાજપના ગુંડાઓએ કર્યો છે, અમે તેમને પકડાવીને રહીશું - કેજરીવાલ

શુક્રવાર, 22 જુલાઈ 2016 (12:50 IST)
- પીડિત દલિતોની મુલાકાત પછી બોલ્યા કેજરીવાલ -  આ બધુ ભાજપ સરકારના ગુંડાઓએ કર્યું છે અને અમે તેમને પકડાવીને રહીશું. સમગ્ર ઘટનામાં પોલીસનો હાથ છે અને ઉપરથી સંકેતો મળ્યાં છે. ભાજપ સરકાર અત્યાચારી ગુંડાઓને બચાવવાની કોશિશ કરી રહી છે.
 
- દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલ ઉનાના પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. કેજરીવાલે પરિવારની મુલાકાત દીધા બાદ જણાવ્યું હતું. કે ગુજરાત સરકાર મૃતક કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડની સહાય આપે. તેમણે ગુજરાતની સરખામણી દિલ્હી સાથે કરી હતી. આ ઉપરાંત તેમણે પરિવારના સભ્યોને સરકારી નોકરીની પણ સહાય આપવામાં આવે તેવી માગણી કરી
 
- ભાજપના પ્રદેશ પ્રમુખ વિજ્ય રૂપાણીએ કહ્યું કે કેજરીવાલ ભાજપને બદનામ કરી રહ્યાં છે. ઘટનામાં પીડિત દલિતોને સરકાર તમામ મદદ કરી છે

-  ગાંધીનગર - ઉના દલિત અત્યાચરનો મામલો 
- કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય 
- ચાર  કે તેનાથી વધુ લોકો એકત્ર નહી થઈ શકે.  મંજૂરી વગર રેલી કાઢવા પર પ્રતિબંધ 
- રાજ્યમાં હાર્દિક પટેલનું વલણ બદલાયુ 
- હુ ગુજરાતની પ્રજાનો અવાજ બનવા માંગુ છુ - હાર્દિક 
- બધાને સાથે લઈને ચાલવા માંગુ છુ. સોશિયલ સાઈટ પર મેસેજ પોસ્ટ કરીને પોતાની ઈચ્છા બતાવી. 
- દલિતો ભેગા થતા પરિસ્થિતિ વણસી 
- અમદાવાદ - નિકોલમાં દલિતો પરના અત્યાચારનો મામલો.. દલિતોએ બનાવેલ પાણીની પરબ તોડી નાખી .. કહ્યુ દલિતોના હાથનુ પાણી નહી પીવે 
- 200થી વધુનુ દલિતોનુ ટોળુ પોલીસ સ્ટેશન પહોંચ્યુ 
- ટોળાએ ફરિયાદ નોંધાવી ત્યારે આરોપી અને સાગરિતે કરી તોડફોડ 
- પોરબંદરના મિલપરામાં રહેતા દલિત યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે.  
- રાજકોટ - સીઆઈડી ટીમ રાજકોટ પહોંચી. પીડિતોની લીશે મુલાકાત 
- ગોંડલમાં પાટીદાર યુવકની હત્યા મુદ્દે હાર્દિકનો વીડિયો.. ગુજરાતમાં છે જંગલરાજ 
- રાજ્ય ગૃહમંત્રી રજની પટેલ આજે અમરેલીની મુલાકાત લેશે. તેઓ મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિવારને મળશે.  પોલીસ કોન્સ્ટેબલ પંકજ અમરેલીયાનુ અમરેલીમાં દલિત આંદોલન દરમિયાન મોત નિપજ્યુ હતુ 
 
- કચ્છના ભચાઉમાં આક્રોશની આગ ફેલાઈ રહી છે. ભચાઉમાં દલિત સમાજે વિશાળ રેલીનુ આયોજન કર્યુ. રેલી નીકળતા જ પોલીસે બજારો બંધ કરાવ્યા.  રેલી પૂરી થાય પછી ખુલી રહેલી દુકાનોમાં તોડફોડ કરીને બંધ કરાવાઈ હતી. 
 
- મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉના દલિત પીડિતોની મુલાકાત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પગલે રાજકીય નિવેદનો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર કોઈ ભેદભાવ રાખતી નથી. આ ઘટના અંગે સરકારે પૂરતા પગલાં લીધા છે. પીડિતોને મળવા પાત્ર વળતર પણ ચૂકવવામાં આવ્યું છે
 
- ગોરખપુર - PM મોદીએ એસપી સરકાર પર પ્રહારો ... પૈસા આપવા છતા સરકાર કામ નથી કરતી. UP માં દોડનારી સરકાર જોઈએ. મોદીએ લોકો પાસે મત માંગ્યા 
 


- ઉનામાં દલિતો પરના અત્યાચારનો મુદ્દો ગરમાતો જાય છે. આજે બોટાદના રાણપુરમાં વધુ ત્રણ યુવકોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. આ યુવકોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે.. અત્યાચાર મામલે અત્યાર સુધી રાજ્યમાં કુલ 32 યુવકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 

- વડોદરા હાઈવે  ડુમાળ ચોકડી પાસે NSUI દ્વારા ચક્કાજામનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ જો કે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને 4 કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. NSUI દ્વારા વડોદરા હાઈવે પર ટાયરો સળગાવવામાં આવ્યાં હતાં. 



- જૂનાગઢમાં સતત ચોથા દિવસ પણ ST બંધ, દલિત જનાક્રોશના પગલે લેવાયો નિર્ણય 
 
-  ઉનામાં દલિતોના અત્યાચાર પગલે સરકારી STએ રોષનો ભોગ બનવું પડ્યું છે. અત્યાર સુધી 55થી વધુ એસટી બસોને ગુસ્સે ભરાયેલા લોકોએ નુક્સાન પહોંચાડ્યું છે. જેના કારણે આજે ચોથા દિવસે પણ એસટી બસો બંધ રાખવામાં આવી છે. દલિતોના રોષના કારણે આ નિર્ણય લેવાયો છે. 
 
- ગુજરાતના જૂનાગઢમાં આવેલું ઊના અત્યારે રાષ્ટ્રીય પક્ષો માટે રાજકીય એજન્ડાઓના અખાડા સમાન બની ગયું છે. ગુજરાતમાં દલિત યુવાનોને ઢોર માર મારવાનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ગુંજ્યો અને હોબાળો પણ થયો. જાણે ઊનામાં રાજકીય દાવપેચ ખેલાઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
 
-  કચ્છના ભચાઉમાં દલિત સમાજે કાઢી રેલી
 
- કચ્છમાં પણ દલિતોની આક્રોશની આગ ફેલાઈ રહી છે. ભચાઉમાં દલિત સમાજે વિશાળ રેલીનું આયોજન કર્યું. રેલી નિકળતા જ પોલીસે ફટાફટ બજાર બંધ કરાવ્યાં. ઘર્ષણ ટાળવા માટે પોલીસે આગોતરા આયોજન પણ કરી રાખ્યાં છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી. 
 
- દલિત અત્યાચાર મુદ્દે આજે વિરમગામમાં યોજાઈ રેલી, મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી
 
- ઉનાના દલિત અત્યાચારનો મુદ્દો દિન પ્રતિદિન તુલ પકડતો જાય છે. આજે વિરમગામમાં રેલી યોજાઈ છે. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. ભરવાડી દરવાજાથી મામલતદાર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ દલિતો મામલતદારને આવેદનપત્ર આપશે 

-રવિવારે બસપા નેતા માયાવતી પીડિતોની મુલાકાત લેશે 
- સોમવારે JDU નેતા શરદ યાદવ મુલાકાત લેશે 
- કેજરીવાલે બનતી તમામ મદદ આપવાની તૈયારી બતાવી 
- આંદોલન કરનાર યુવકો પર ખોટા કેસ થઈ રહ્યા છે - કેજરીવાલ 

-  ગોંડલમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ફાયરિંગ કરી નાસી છૂટેલ એક જૂથના આરોપીઓ વિછિયા નજીકથી ઝડપાયા 
- ઘાતક હથિયારો ઝાયલોમાંથી જપ્ત કરાયાનું જાણવા મળે છે 
- વિછિયા નજીક જીજે 3 સીઆર 9143 નંબરની ગાડીની તલાસી લેતા આરોપીઓ ઝડપાયા
- અમદાવાદ ના ચોકમાં મોટી સંખ્યામાં દલિતો વિરોધ માટે જોડાયા.. મહિલાઓ પણ જોડાઈ 
- રાજકોટ - ગોંડલમાં બે જૂઠ વચ્ચે અથડામણ એક વ્યક્તિનુ મોત એક ઘાયલ. ફાયરિંગ મામલે ગોંડલ બંધનુ એલાન 
- ફાયરિંગ મામલે ગોંડલ બંધનુ એલાન .. જ્યા સુધી આરોપીને ન પકડાય ત્યા સુધી ગોંડલ બંધ 
- દલિતકાંડ મામલે ગુજરાતમાં ભાજપ મોડી જાગી - આશુતોષ 
- ભાજપ સરકારની માનસિકતા સમજાતી નથી - કેજરીવાલ 
- લોકો આનંદીબેન સરકારને પાઠ ભણાવશે 
- કેજરીવાલે જૂનાગઢ પ્રવાસ રદ્દ કર્યો 
- આજે આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સવારે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી સીધા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ગયા હતા અને ત્યાં તેમણે ઉનાના પીડિત દલિત યુવકોની મુલાકાત લીધી હતી. કેજરીવાલે પીડિત યુવકોના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમની વ્યથા જાણી હતી.
 
ઉનાની ઘટના પર પોતાનું નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિત પીડિતોનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ મરેલી ગાયનું ચામડું ઉતારી રહ્યાં હતાં. આ કામ તેઓ દાયકાઓથી કરે છે. પરંતુ આમ છતાં શિવસેનાના કેટલાક લોકોએ તેમને માર્યા. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં થઈ રહી છે. આવી ઘટના અગાઉ રાજુલામાં પણ થઈ હતી.સૌથી પહેલા તો આ ઘટના પોલીસ સ્ટેશન સામે થઈ અને પોલીસની હાજરીમાં થાય તો તેનો અર્થ એ છે કે પ્રશાસનના ઈશારે થાય છે. પોલીસ ચૂપ કેમ છે. ઉપરથી કોઈ ઈશારો છે અને તેમની સહમતીથી આ પ્રકારે થાય છે.  આરોપીઓને પકડીને સખત સજા થવી જોઈએ. એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં આવું કરનારા ફફડી ઊઠે. ગુજરાતમાં દલીતો પર અત્યાચાર થાય છે. આરોપીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી. આ ઘટનામાં પકડાયેલા 17 લોકોની ધરપકડ પણ દેખાડો છે. આ લોકો સામે કાર્યવાહી થશે કે તેમ તે પ્રશ્ન છે. ગુજરાતમાં ભાજપની સરકાર દલીતો પર દમન કરે છે, દલિત વિરોધી છે. 
 
કેજરીવાલ સવારે 8.15 કલાકે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી રાજકોટ સિવિલ પહોંચ્યા છે અને તમામ વિગતો મેળવી રહ્યા છે. અહીંથી બપોરે 2.30 કલાકે ઉનામાં દલિત પીડિતોના પરિવારજનોને મળશે અને સાંજે 5.30 કલાકે અમરેલીમાં હિંસામાં મૃત્યુપામેલા કોન્સ્ટેબલના પરિવારજનોને મળશે.

વેબદુનિયા પર વાંચો