ગુજરાત પર 'નીલોફર' વાવાઝોડાનું સંકટ મંડરાયુ

સોમવાર, 27 ઑક્ટોબર 2014 (11:56 IST)
વિશાખાપટ્ટનમમાં થોડા દિવસો પહેલા હુડહુડ તોફાન પછી હવે ગુજરાતના કચ્છ તટ પર નીલોફર નામનુ તોફાનનુ સંકટ તોડાય રહ્યુ છે. આ વાવાઝોડું મુંબઈ તટથી 1400 કિલોમીટર દૂર અરબ સાગરમાં પહોંચી ચુક્યુ છે અને ઝડપથી ગુજરાત તરફ વધી રહ્યુ છે. તોફાનની ગતિ 140 કિલીમીટર પ્રતિ કલાક બતાવાય રહી છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા સરકારે એલર્ટ જાહેર કરી દીધુ છે. 
 
ગુજરાતના સમુદ્રમાં ઉઠી રહેલ લહેરો નીલોફર વાવાઝોડુ આવવાના સંકેત છે. મોસમ વિભાગ મુજબ અરબ સાગરમાં ઉદ્દભવેલ નીલોફર વાવાઝોડુ મુંબઈથી 1400 કિલોક્મીટર દૂર અરબ સાગરમાં ભારે દબાનના ક્ષેત્રને કારણે બન્યુ છે. આ તોફાન ઝડપી ગતિ સાથે ભારતની પશ્ચિમી તટીય રેખા તરફ આગળ વધી રહ્યુ છે. જો નીલોફર વાવાઝોડુ થોડુ ઉત્તર દિશામાં વળી જાય છે તો આ પાકિસ્તાનના કરાંચી અને ગુજરાતના કચ્છના કિનારાઓને પોતાનુ નિશાન બનાવી શકે છે.  
 
હુડહુડથી થયેલ તબાહીને જોતા થયેલ સરકાર આ વખતે કોઈ કસર નથી છોડવ માંગતા. સરકારે બધા સરકારી અધિકારીઓને એલર્ટ રજુ કરતા અધિકારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે.  NDRF કંટ્રોલ રૂમને 24 કલાક ચાલુ રાખવાનુ કહેવામાં આવ્યુ છે. પોર્ટ પ્રસાસને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યુ છે. તટીય વિસ્તારોમાં ગ્રામ્પંચાયત ઓફિસરોને એલર્ટ રજુ કર્યુ છે. તટીય વિસ્તારોથી દર ત્રણ કલાકમાં રિપોર્ટ માંગવામાં આવી રહી છે. વેરાવળ અને દહેજ પોર્ટ પર માછીમારોને સમુદ્રની અંદર ન જવાની સલાહ આપવામાં આવી છે. 
 
નીલોફર તોફાન હાલ લગભગ 140 કિલોમીટર પ્રતિ કલકાની ગતિથી ભારતના પશ્ચિમી તટો તરફ વધી રહ્યુ છે. જેની અસરને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેલંગાના અને કેરલમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે નીલોફર દ્વારા ગુજરાતને કેટલુ સંકટ છે તેની તસ્વીર આવનારા 24 કલાકમાં જાણ થઈ જશે. 

વેબદુનિયા પર વાંચો