વડોદરા લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન વિજયી

મંગળવાર, 16 સપ્ટેમ્બર 2014 (15:48 IST)
વડોદરા લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે 9મા રાઉન્ડના અંતે 2.90 લાખ મતોની જંગી સરસાઈ મેળવી તેઓ વિજયી થયા છે.

નવમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવતને 104590 મત અને રંજન બેન ભટ્ટને 395686 મત મળ્યા હતા.આમ રંજનબેન ભટ્ટનો વિજય નિશ્ચિત બની ગયો હતો.

વડોદરાની ચૂંટણી માટે મતદારોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળતો ન હતો.માત્ર 45 ટકા જ મતદાન થયુ હતુ.આમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી આ સીટ પર વડોદરાના મતદારોએ પૂરની સ્થિતિ વચ્ચે પણ મોટાપાયે ભાજપ તરફી મતદાન કર્યુ હોવાનુ મતગણતરીના આંકડા કહી રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો