ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ:એક કોંગ્રેસનો કાર્યકર ઈજાગ્રસ્ત

સોમવાર, 30 નવેમ્બર 2015 (10:36 IST)
જિલ્લા પંચાયતની 40 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે આજરોજ મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું.  દરમિયાન માંગરોળના માલવેણ ગામમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેથી એસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. ત્યારબાદ ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં એક કોંગ્રેસનો કાર્યકર ઈજાગ્રસ્ત થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો