સુરતની હોટલની આ છે 'બકાસુર થાળી' , રેટ છે 1500 રૂપિયા !!

બુધવાર, 1 જુલાઈ 2015 (15:32 IST)
ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ગુજરાતની એક અનોખી થાડીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. નામ છે બકાસુર થાળી !! નામ જાણીને થોડું અજુગતુ લાગતુ હશે.. બકાસુર થાળી મતલબ તેને ખાનારો પણ બકાસુર જેવો !!!
 
સુરતની પિકાલો રેસ્ટોરંટમાં મળતી આ થાળી 1500 રૂપિયા ચુકવતા મળે છે. થાળીમાં એવુ તે શુ છે કે તેની કિમંત એક ફેમિલીના ડિનર બીલ જેવડી મોટી.. તો જાણો આ થાળીમાં પીરસાતી વાનગીઓ વિશે... 
 
આ થળીમાં છે 7 સલાડ + 55 વાનગીઓ + 12 મીઠાઈ + 15 જાતની રોટલી + આઈસક્રીમ + છાશ. હવે તમને આ ફોટામાં આટલી વાનગીઓ દેખાય કે નહી પણ સોશિયલ નેટવર્ક પર તો આ થાળી મોબાઈલ ટુ મોબાઈલ પીરસાઈ રહી છે.  હદ તો ત્યારે થઈ જ્યારે ઈંડિયા ટાઈમ્સ પર 1500 રૂપિયામાં 200 વાનગીઓ પીરસતી હોટલના હેડિંગ સાથે જોવા મળી.  

વેબદુનિયા પર વાંચો