આસારામ કેસ - પીડિતાના પિતાને જાનથી મારવાની ધમકી મળી

સોમવાર, 21 માર્ચ 2016 (11:32 IST)
આસારામ બાપૂ દ્વારા સગીર યુવતીના યૌન ઉત્પીડન મામલે એક નવો વળાંક આવ્યો છે. સગીર યુવતીના પિતાને એક અપરિચિત વ્યક્તિએ જીવથી મારવાની ધમકી આપી છે. યુવતીના પિતા મુજબ તેમણે કેસ પરત ન લીધો તો તેનો અંજામ ભોગવા અને જીવથી મારવાની ધમકી આપવામાં આવી છે. 
 
પીડિતાના ઘરની સુરક્ષા વધારવામાં આવી - પીડિત  યુવતીના પિતાએ શનિવારે પોલીસને જણાવ્યુ કે કોઈ વ્યક્તિએ તેમને શનિવારે કૉલ કરીને બાપૂ પર કેસ પરત લેવાની ધમકી આપી છે. તેમણે જણાવ્યુ કે કૉલ કરનારાએ કહ્યુ કે જો મે કેસ પરત ન લીધો તે મને જીવથી મારી નાખશે. પોલીસ સુપ્રીટેંડેટ મનોજ કુમારે જ્ણાવ્યુ કે પીડિતાના ઘરે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
13 માર્ચના રોજ પકડાયો હતો બાપૂનો શૂટર - ઉલ્લેખનીય છે કે 13 માર્ચના રોજ આસારામ બાપૂના શૂટર કાર્તિક હલદરે જેના પર આ કેસમાં બાપૂ વિરુદ્ધ સાક્ષી આપનારા 3 લોકોને મારવાનો આરોપ છે તેની ધરપકડ કરવામાં આવી  હતી. તેને ગુજરાત એટીએસે ધરપકડ કર્યો હતો. 
 
3 સાક્ષીને જીવથી મારવાનો આરોપ 
 
કાર્તિક પર આસારામના પર્સનલ ડોક્ટર અમૃત પ્રજાપતિ અને તેમના કુક અખિલ ગુપ્તાને 2015માં જાનથી મારવાનો આરોપ છે.  એટીએસે જણાવ્યુ કે આ બધાની ષડયંત્ર હેઠળ ખૂબ જ નિકટથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

વેબદુનિયા પર વાંચો