આજે અમિત શાહ ગુજરાતની મુલાકાતે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ચર્ચા કરશે

મંગળવાર, 3 નવેમ્બર 2015 (09:58 IST)
ભાજપ અધ્યક્ષ અમિત શાહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે  મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બિહાર ચૂંટણી પ્રચારની વચ્ચે અમિત શાહ તાબડતોડ ગુજરાત આવતા હોવાથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
 
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરે પૂજા કરશે અને ત્યારબાદ મોડી સાંજે અમદાવાદ પરત ફરશે. જો કે, એવી પણ ચર્ચા છે કે, ગુજરાત મુલાકાત દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરશે. તો બીજી તરફ અંદરખાને એવી પણ વાતો વહેતી થઈ છે ઉમેદવારોની પસંદગીમાં અમિત શાહના ટેકેદારોની બાદબાકી થઈ છે. જેથી અમિત શાહ પોતાના સમર્થકો સાથે મુલાકાત કરે તેવી પણ સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો