છેલ્લાં 200 વર્ષની પરંપરા - અમદાવાદની સદુ માતાજીની પોળમાં પુરૂષો સ્ત્રીઓનો પોશાક પહેરીને ગરબા રમે છે.
અમદાવાદમાં આવેલી સદુ માતાની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરા ચાલી આવે છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષો એક અનોખા ગરબા રમે છે. જાણો શું છે આ અનોખી પરંપરા. અમદાવાદની સદુ માતાની પોળમાં તમે ગરબા જોવા આવો તો આશ્ચર્ય જરૂર થશે. કારણ કે અહીંના ગરબામાં પુરુષો મહિલાના કપડા પહેરીને ગરબી ઘુમતા હોય છે. આ પરંપરા છેલ્લા બસો વર્ષથી ચલતી આવી રહી છે. અમદાવાદના શાહપુરમાં આવેલી સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે. આ ગરબા ગાવા માટે આ પુરુષોને તેમની જ પત્નીઓ મહિલાઓના કપડા પહેરાવીને તૈયાર કરે છે. અહીંના લોકો માતા સામે માનતા રાખે છે જેને પૂર્ણ થતા ગરબ ઘુમવા માટે લોકો આવે છે. આ પરંપરા અહીં વસતા સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકો જાળવી રહ્યા છે. આ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે આવે છે.