બીઆરટીએસના ડ્રાઈવરનું નામ શિવ પરમાર છે. પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત પછી સાબરમતી બાજુના તમામ રૂટની બસોને રોકી દેવાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક સ્કુલનો વિદ્યાર્થી શુભ ટુંડિયા સાબરમતીના એકતા સોસાયટીમાં રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે.