ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે ખતરનાક - અમિત શાહ

શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (15:51 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે તેમણે અમદાવાદના નારણપુર વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો.  ગ્રીન એક્શન પ્લાન અંતર્ગત વડ અને પીપળાનાં વૃક્ષોનું વૃક્ષારોપણ નારણપુરા ખાતે કરવામાં આવ્યુ હતું. વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં અમદાવાદનો વિકાસ થયો છે. હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને નારણપુરાના લોકોનો આભાર વ્યક્ત કરું છું. નારણપુરામાં મેં 20 વર્ષથી ધારાસભ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે.  ઉપરાંત પોતે સંગઠનની જવાબદારી સારી રીતે નિભાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃત્તા ફેલાવતાં કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે ખતરનાક છે, જ્યારે હિંદુ સંસ્કૃતિમાં શરૂઆતથી જ પ્રકૃતિની વાત કરવામાં આવી છે. આગામી સમયમાં દોઢ લાખ વૃક્ષો રોપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો