16મી એ સુરતમાં રાત્રે 12ના ટકોરે 67 કિલોની અનોખી કેક કાપવામાં આવી, આ કેક રેકોર્ડ સર્જશે

શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:53 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ઉજવણી થઇ રહી છે. સુરતમાં બરાબર રાત્રે 12ના ટકોરે 67 કિલોગ્રામની કેક કાપવામાં આવી હતી. આ કેક પર વડાપ્રધાન મોદીની તમામ યોજનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. 16મીએ રાત્રે 12 વાગ્યે સુરતના અડાજણ પાલ ખાતે સંજીવકુમાર એડિટોરિયમમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રીય સેના દ્વારા કરવામાં આવી હતી. અહીં કવિ સંમેલનનું પણ આયોજન કરાયું હતું.  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મ દિવસ નિમિત્તે 67 લાખ રૂપિયાનો ચેક આર્મી વેલ્ફેર ફંડમાં આપવામાં આવે તે માટેની તજવીજ રાષ્ટ્રસેના દ્વારા કરવામાં આવી હતી. તેના માટે સંસદીય સચિવ પુર્ણેશ મોદીએ સૌથી પહેલા એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવવા માટેની તડામાર તૈયારીઓ નવસારી ખાતે ચાલી રહી છે.  

વેબદુનિયા પર વાંચો